દાહોદ(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રેમ પ્રકરણના મામલામાં પણ પ્રેમી જોડાના આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે.
દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામમાં એક પરિણીત યુવક અન્ય યુવતી સાથે આડા સંબંધ રાખતો હતો. આ મામલે પોતાની પત્નિને જાણ થતાં પતિને અવાર નવાર આવુ નહીં કરવા માટે કહેતી ત્યારે પતિ તેને શારિરીક અને માનસીક ત્રાસ આપવાનું શરુ કરતો હતો. આવા ત્રાસ તેમજ પતિ દ્વારા અન્ય યુવતી સાથેના આડા સંબંધથી કંટાળીને પરિણીતાએ સાસરીમા જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
બૈણા ગામે જુના ફળિયામાં રહેતો ભોપત હીરસીંગભાઈ બારીયા પોતે પરિણીત હોવા છતાં પણ અન્ય યુવતી સાથે આડા સંબંધ રાખતો હતો. ભોપતની પત્નિને આ બાબતની જાણ થતાં પત્નીએ તેને બીજી યુવતી સાથે આડા સંબંધ રાખવાની ના પાડતી હતી અને પોતાના પતિને સમજાવતી પણ હતી, પરંતુ પતિ ભોપત તેની સાથે ઝઘડો કરીને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતો.
પરિણીતાએ પોતાના પિતાને આ અંગે જાણ કરી હતી. અવાર નવાર પતિ દ્વારા અપાતા ત્રાસથી અને પતિ દ્વારા અન્ય યુવતી સાથે આડા સંબંધના ત્રાસથી કંટાળીને પરિણીતાએ છેવટે બૈણા ગામે પોતાની સાસરીમાં જ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું હતું. આ સંબંધે મૃતક પરિણીતાના પિતાએ પોતાના જમાઈ ભોપત હીરસીંગભાઈ બારીયા વિરૂદ્ધ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધાતાની સાથે જ પતિ વિરુધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.