મધ્યપ્રદેશ: તાજેતરમાં ઇન્દોર શહેરમાં પ્રેમમાં મૃત્યુનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ લગ્નના માત્ર 8 મહિના બાદ ઝેર પીને આત્મહત્યા કરી હતી. કારણ કે, તેના પતિએ તેની સાથે બેવફાઈ કરી હતી. આ ઘટનામાં પતિ-પત્નીના સંબંધો વચ્ચે ગર્લફ્રેન્ડ આવી હોવાનું જાણવા મળ્યું છે. આનાથી દુ:ખી થઈને, પત્નીએ દુનિયાને અલવિદા કહી દીધું.
મળતી માહિતી મુજબ, 18 વર્ષની કોમલે સોમવારે મોડી રાત્રે પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ મામલો સામે આવતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો મેળવ્યો. TI અશોક પાટીદારે જણાવ્યું કે, પતિ શિવમ ગાયકવાડની આત્મહત્યા પાછળનું કારણ સામે આવી રહ્યું છે. લગ્ન કર્યા પછી પણ પતિ તેની પ્રેમિકા સાથે વાત કરતો હતો. પોલીસ દ્વારા આરોપી યુવકનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે.
હાલ તેની કોલ ડિટેલ પણ કાઢવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, કોમલ સાડીની દુકાનમાં કામ કરતી હતી. જ્યારે શિવમ એક કાફેમાં કામ કરે છે. અહીથી બંનેની મુલાકાત થઈ હતી. કોમલ અને શિવમ એકબીજાને પ્રેમ કરતા હતા, જ્યારે પ્રેમ થયો ત્યારે તેમણે પરિવારના સભ્યોની પરવાનગી સાથે લગ્ન કર્યા હતા.
લગ્ન બાદ બધું બરાબર ચાલી રહ્યું હતું, એટલામાં શિવમની પહેલી ગર્લફ્રેન્ડ વચ્ચે આવી. બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. કોમલને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે બંને વચ્ચે રોજ ઝઘડો થવા લાગ્યો. આ ઉપરાંત, કોમલના પિતા હેમરાજ અને ભાઈએ શિવમ પર તેમની પુત્રી પર અત્યાચાર કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
તેમણે કહ્યું કે દીકરીને ફસાવ્યા બાદ શિવમે લગ્ન કર્યાં, લગ્ન બાદ તેને માર પણ મારતો હતો. તે તેના પર નજર રાખતો હતો, તે શું કરે છે? ક્યાં જાય છે? આ અંગે તપાસ કરતા પોલીસને હજુ સુધી ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરંતુ, બંનેના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.