Botad Accident: બરવાળા ખાતે હિટ એન્ડ રનની ઘટના બની છે. હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું હતું. BMW કાર ચાલકે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું. 2 વર્ષીય બાળક સાથે દંપતિ ફરવા નીકળ્યું હતું. સરકારી કોલેજ પાસે અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. બાળક અને પિતાને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં BMW કારની નંબર પ્લેટ તૂટીને ત્યાં જ પડી. નંબર પ્લેટ પરથી ગાડી સુરતની(Botad Accident) હોવાનું અનુમાન છે. બરવાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં પત્નીનું મોત નીપજ્યું
બરવાળા ખાતે ભાવનગર અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જે ઘટનામાં BMW કાર ચાલકે બે વર્ષીય માસુમ બાળક સાથે ફરવા નીકળેલા દંપતીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પત્નીનું મોત નીપજ્યું છે. તો યુવાન પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તે સારવાર હેઠળ ભાવનગર ખસેડાયો છે.
સદનસીબે બાળકી સહીસલામત છે અને તેને કોઇ ઇજા થઇ નથી.જો કે મૃતક મહિલાના પરિવારે જ્યાં સુધી આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો અને અન્ય લોકો એકત્રિત થયા છે.
પરિવારમાં આક્રોશ
આ અંગે મળતી માહિતી પ્રમાણે, બરવાળા ખાતે ભાવનગર અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની. BMW કાર ચાલકે બાઈક ચાલક દંપતીને અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં મહિલાનું મોત થયું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.કલાકો બાદ પણ આ ગોઝારો અકસ્માત કરનારા આરોપીને પોલીસ ઝડપી ન શકી હોવાથી પરિવાર ભારે હૈયે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.
મૃતક મહિલાના પિતા અને જેઠે જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો છે. આ ગોઝારા અકસ્માતને કારણે આખા પરિવારમાં ગમગીની ફેલાઇ ગઇ છે. બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો સગા સંબંધીઓ અને ગામલોકો એકત્ર થઇ ગયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App