ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કાલોલ શહેરમાં બંધ મકાનમાં ગેસના બાટલામાં ધડાકો થયો હતો. 27 વર્ષિય અમિત દવે અને તેની પત્ની પિનલ કાટમાળને કારણે ઘાયલ થયા હતા. જોકે, અમિતનું સારવાર પહેલાં જ મોત નીપજ્યું હતું. જ્યારે પિનલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આજે સવારે જ્યારે અમિતના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી હતી ત્યારે પિનલના મોતનાં સમાચાર પણ સામે આવ્યા. આ પછી બંનેના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગામમાં ચારેતરફ અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.
અકસ્માતની જાણ થતાં ગુરુવારે રાત્રે અમદાવાદ પહોંચેલા મૃતક અમિતના માતા-પિતા અને ભાઇઓ કેનેડામાં રહે છે. આને કારણે શુક્રવારે સવારે અમિતની અંતિમ વિધિ થવાની હતી. તે જ સમયે, અમિતની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું આજે સવારે નિધન થયું હતું.
પરિવારે નક્કી કર્યું કે, બંનેના અંતિમ સંસ્કાર એક સાથે કરવા જોઈએ. અમિત અને પિનલ કાલોલ શહેરના ગાર્ડન સિટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ગુરુવારે સવારે તેમના પડોશી મકાનની નીચેથી ગેસ લાઇનમાં લિકેજ થયા બાદ ધડાકો થયો હતો. જેના કારણે આખું મકાન ધરાશાયી થઈ ગયું હતું અને અમિત અને પિનલ એક જ મકાનના કાટમાળ નીચે દબાઇ જતા ગંભીર રીતે ઘવાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle