Surat, Gujarat: સુરત શહેરમાંથી આપઘાતની વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. સુરતના લિંબાયતના પર્વત ગામ વિસ્તારમાં એક પરણીતાએ પતિના ત્રાસથી કંટાળીને ઘરમાં જ ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું છે. મરતા પહેલા પરણીતા એ પોતાના ડાબા હાથ પર, સુસાઇડ નોટ લખી હતી. આપઘાત કરતા પહેલા પરિણીતાએ પોતાના ડાબા હાથ પર લખ્યું હતું કે ‘મારો પતિ મને ખૂબ જ હેરાન કરે છે, ત્રાસ આપે છે.’ પરણીતાના પરિવારજનોએ પતી વિરોધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં રહેતી એક પત્ની માટે ઘર કંકાસ મોતનું કારણ બન્યું છે. લિંબાયતના પર્વત ગામમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાય પોતાનો જીવ આપી દીધો હતો. મિત્રો આટલું જ નહીં, પતિનો ત્રાસ એટલો વધી ગયો હતો કે, કેટલાય વર્ષોથી સહન કરતી પત્નીએ સુસાઇડનોટ લખી જીવનલીલા સંકેરી લીધી. મરતા પહેલા પરણીતા એ પોતાના ડાબા હાથ પર હિન્દી ભાષામાં સુસાઇડ નોટ લખી હતી.
તમને જણાવી દઈએ કે, પરણીતાના મોતથી બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. મૂળ ઝારખંડના વતની સીતાના લગ્ન તેના વતન નજીક આવેલા ડોરડા ગામમાં રહેતા પ્રવીણ સાથે થયા હતા. લગ્ન પછી પતિ પત્ની સુરતના લિંબાયતમાં રહેવા આવી ગયા હતા. દંપતીને સંતાનમાં એક દીકરો અને દીકરી છે, જ્યારે પ્રવીણ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન કરતો હતો. ત્યારે માતાની અણધારી વિદાયથી બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
મિત્રો દિવસેને દિવસે આપઘાતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નાની નાની વાતમાં કંટાળીને લોકો ન ભરવાનું પગલું ભરે છે અને ભોગવવુ તેમના પરિવારને પડે છે. હવે આ ઘટનામાં બે બાળકોનો શું વાંક? આ બંને બાળકોએ નાની ઉંમરે જ માતાની છત્રછાયા ગુમાવી દીધી. ઘટના અંગે વધુમાં જાણવા મળ્યું છે કે, પ્રવીણ તેની પત્નીને અવારનવાર મહેનટોણા મારતો હતો કે દહેજમાં કશું આપ્યું નથી.
એક વખત દીકરીને હાલ ચાલ પૂછવા તેમનો ભાઈ અને તેમની માતા સુરત ખાતે આવ્યા હતા. ત્યારે પ્રવીણ ફરીથી પત્ની સાથે ઝઘડો કર્યો હતો. પ્રવીણ કહ્યું કે તું તારા ભાઈ અને માતાને કેમ અહીંયા બોલાવે છે. આટલું જ નહીં પ્રવીણ અડધી રાતે જ તેના ભાઈ સાથે મારામારી કરી સાસુ અને શાળાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.
પ્રવીણ એટલો હેવાન બની ગયો હતો કે, પત્નીને ઘરની બહાર પણ નહોતો નીકળવા દેતો. આટલું જ અન્ય કોઈ સાથે વાતચીત પણ કરવા દેતો ન હતો. વર્ષ 2022 માં પત્ની કંટાળીને બાળકોને લઈને વતન પિતાના ઘરે જતી રહી હતી. પત્ની ત્યાં એક મહિનો રોકાય હતી. પરંતુ પતિએ સુરતમાં રહેતા તેના સાળાના ઘરે જઈને ઝઘડો કર્યો હતો. ત્યારે મહિલાએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને ત્યારબાદ સમાધાન થયું હતું. બાદમાં પત્ની તેના બાળકોને લઈને ફરીથી સુરત પરત ફરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.