મધ્ય પ્રદેશ(Madhya Pradesh)ના ગ્વાલિયર(Gwalior)ના મહારાજપુરા(Maharajpura) ગામમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે અહીં એક ઘરમાંથી પતિ-પત્ની અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે પતિ અને 4 વર્ષનો પુત્ર ફાંસી પર લટકેલા હતા, ત્યારે પત્ની અને પુત્રી જમીન પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મહારાજપુરા પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. શરૂઆતમાં, પોલીસ આ ઘટના પાછળ પારિવારિક વિવાદ, આર્થિક તંગી અને અન્ય એંગલની તપાસ કરી રહી છે. મોતની તપાસ માટે પોલીસે ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે મોક્લ્યા છે.
મહારાજપુરા ગામમાં શુક્રવારે બપોરે ત્યારે સનસનાટી ફેલાઈ ગઈ જ્યારે અહીં રહેતા જિતેન્દ્ર વાલ્મિકી શુક્રવારે ઘરની બહાર ન નીકળ્યા. આ જોઈને પડોશીઓએ બારીમાંથી તેમના ઘરની અંદર જોયું હતું. અંદર નજર કરતાં જ લોકોના હોશ ઉડી ગયા હતા. રૂમમાં જિતેન્દ્ર અને તેનો પુત્ર કુલદીપ ફાંસો ખાઈને લટકતા હતા. લોકોએ તરત જ પોલીસને જાણ કરી. સમાચાર મળતા જ મહારાજપુરા પોલીસ અને ડાયલ હંડ્રેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે પોલીસ અધિકારીઓએ ઘરનો દરવાજો ખોલ્યો તો તેમાં 32 વર્ષીય જિતેન્દ્ર, તેની પત્ની નિર્જલા, 4 વર્ષના પુત્ર કુલદીપ અને દોઢ વર્ષની પુત્રી જાનવીના મૃતદેહ મળ્યા હતા.
ઘરેલું વિવાદની શંકા:
જીતેન્દ્રની પત્ની નિર્જલાની લાશ જમીન પર પડી હતી. તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. નિર્જલાની બાજુમાં દોઢ વર્ષની પુત્રી જાનવીનો મૃતદેહ હતો. બીજી તરફ જીતેન્દ્ર અને તેના 4 વર્ષના પુત્ર કુલદીપની લાશ સાડીથી બનેલા ફાંસા પર લટકતી હતી. ઘટનાસ્થળે પહોંચેલા સીએસપી રવિ સિંહ ભદૌરિયાનું કહેવું છે કે આખી ઘટના કદાચ ઘરના કંકાસને કારણે બની છે. પોલીસને શંકા છે કે ઘરેલું વિવાદના કારણે નિર્જલાએ પહેલા તેની પુત્રીનું ગળું દબાવી દીધું અને પોતે ઝેર પી લીધું, આખી પરિસ્થિતિ જોયા બાદ જિતેન્દ્રએ પોતાના પુત્ર કુલદીપને ફાંસી લગાવી દીધી અને પોતે પણ ફાંસીએ લટકી ગયો. સાથે જ આ મામલે અન્ય શંકા પણ સામે આવી રહી છે. એડિશનલ એસપી અભિનવ ચોકસેનું કહેવું છે કે પીએમ રિપોર્ટ અને પરિવારના સભ્યોના નિવેદનના આધારે મામલામાં ચિત્ર સ્પષ્ટ થશે.
આ ઘટનાથી પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા હતા.
પોલીસને માહિતી મળતા જ મૃતક જિતેન્દ્ર અને નિર્જલાના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જિતેન્દ્રના નાના ભાઈ ધર્મેન્દ્રએ જણાવ્યું કે જિતેન્દ્ર એક સ્કૂલમાં નોકરી કરતો હતો. લગભગ 8 દિવસ પહેલા તે મહારાજપુરા વિસ્તારમાં આ ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. ધર્મેન્દ્રના કહેવા પ્રમાણે જિતેન્દ્રની દીકરીની તબિયત પણ ખરાબ હતી. પરિવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. જો કે આ ઘટના પાછળનું કારણ શું છે તે અંગે તેમની પાસે કોઈ માહિતી નથી. તે જ સમયે, નિર્જલાના પિતા વિનોદ વાલ્મિકીએ જણાવ્યું કે લગભગ 5 વર્ષ પહેલા પુત્રી નિર્જલાના લગ્ન જીતેન્દ્ર સાથે થયા હતા. લગ્ન પછી 2 બાળકો હતા. કેટલીકવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો, જેનું તે પરિવારના સભ્યો સાથે સમાધાન કરાવતો હતો. પરંતુ, કયા સંજોગોમાં આટલું મોટું પગલું ભર્યું તેઓ હજી સમજી શકતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.