પિતાની શોધમાં ચાર વર્ષથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતી રહી દીકરી, તપાસમાં એવો ઘટસ્ફોટ થયો કે…

ક્રાઈમ બ્રાંચને ચાર વર્ષથી ગુમ થયેલ વ્યક્તિનો મૃતદેહ તેના જ પાડોશીના ઘર માંથી મળી આવ્યો હતો. જેનું હત્યારું બીજું કોઈ નહિ પણ તેની જ પત્ની હતી. પત્નીએ પતિની હત્યા કરી 6 ફૂટ ઊંડો ખાડો ખોદી લાશને ખાડામાં દાટી દીધી હતી, અને ઉપરથી સિમેન્ટથી માળ બનાવી નાખ્યો હતો. પત્નીએ પોતાના પ્રેમીની મદદથી આ ઘટનાને અંજામ આપ્યો હતો.

સાથે જ સગીર પુત્રી ગુમ થયેલા પિતાને શોધવા માટે છેલ્લા ચાર વર્ષથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી હતી. દીકરી જ્યારે પોલીસ સ્ટેશન જતી ત્યારે હત્યારી માતા પણ તેની સાથે જતી. પત્ની પોલીસની સામે રડવાનું નાટક કરતી. પરંતુ તેને ખબર ન હતી કે એક દિવસ તેને કરેલા ભોગવવા પડશે…

46 વર્ષીય ચંદ્રવીર છેલ્લા ચાર વર્ષથી ગુમ હતો. દીકરી ગુમ થયેલા પિતાની શોધમાં સખત પ્રયાસ કરી રહી હતી. તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈને વરિષ્ઠ અધિકારીઓની મદદ માંગી હતી. પુત્રીએ પિતાને લગતી દરેક માહિતી પોલીસને આપી હતી. પરંતુ, છેલ્લા ચાર વર્ષમાં પોલીસ ચંદ્રવીરને શોધવામાં નિષ્ફળ રહી હતી. પોલીસે આ ગુમ કેસ પહેલા જ બંધ કરી દીધો હતો. પરંતુ, ત્યારબાદ મામલો ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવતાં જ પોલીસના તમામ ઈનપુટ સાથે ફરી તપાસ શરૂ કરવામાં આવી હતી. ચંદ્રવીરની પત્ની સવિતા અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરવામાં આવી હતી. પત્ની સવિતા 2018થી ચંદ્રવીરના ગુમ થવા માટે તેના સાળાને જવાબદાર કહેતી હતી. તેણી માનતી હતી કે આમ કરવાથી પોલીસને તેના પર શંકા નહીં થાય અને તે પકડાઈ જશે. ક્રાઈમ બ્રાન્ચે એક પછી એક લિંક જોડવાનું શરૂ કર્યું ત્યારે શંકાની સોય સવિતા પર અટકી. ક્રાઈમ બ્રાન્ચે સવિતાને કસ્ટડીમાં લઈ તેની કડક પૂછપરછ કરી હતી.

ત્યારે જે સત્ય બહાર આવ્યું તેણે બધાને ચોંકાવી દીધા. સવિતાએ પોલીસને જણાવ્યું કે, મારા પાડોશી અરુણ સાથે મને પ્રેમ સંબંધ હતો. અમે બંને પતિને અમારા માર્ગમાંથી દૂર કરવા માંગતા હતા. ત્યારબાદ અમે બંનેએ મળીને પતિની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો.

સવિતાએ જણાવ્યું કે હત્યાના દિવસે પતિ દારૂ પીને ઘરે આવ્યો હતો. તેના આવ્યા પછી મેં અરુણને ઘરે બોલાવ્યો. અરુણે તેના નશામાં ધૂત પતિના માથામાં ગોળી મારી હતી. ઘરમાં લોહી ફેલાય નહિ તે માટે અમે તેના માથા નીચે ડોલ મૂકી જેના કારણે લોહી ડોલમાં ભરાય. સવિતાના બોયફ્રેન્ડ અરુણે 6 ફૂટ ઊંડો ખાડો ખોદી લાશ અંદર દાટી દીધી. અને ઉપરથી ઈંટ અને સિમેન્ટથી માળ ભરી દીધો. આ કેસમાં મૃતકની દીકરીનું કહેવું છે કે, તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેના પિતાની હત્યા માટે મારી જ માતા જવાબદાર હશે. માતા હંમેશા પોલીસ સ્ટેશને સાથે જતી, પરંતુ ક્યારેય કોઈ ને પણ તેના પર શંકા નહોતી થઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *