પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢૌંડિયાલના પત્ની આજે ઈન્ડીયન આર્મીમાં જોડાયા- જુઓ વિડીયો

જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2019માં થયેલા પુલવામા હુમલામાં શહીદ થયેલા મેજર વિભૂતી શંકર ઢૌંડિયાલની પત્ની નિતિકા કૌલએ આજે ભારતીય સેનામાં જોડાયા છે. નિતિકા કૌલ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બની છે. નિતિકાએ આજે ભારતીય સેનાનો યૂનિફોર્મ પહેર્યો અને શહીદ મેજર વિભૂતિ શંકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહત્વનું છે કે, 17 ફેબ્રુઆરી 2019ના દિવસે આતંકવાદી હુમલા દરમિયાન મેજર વિભૂતિ ઢૌંડિયાલ શહીદ થયા હતા.

પુલવામાં થયેલ હુમલામાં શહીદ થયેલા તેમના પતી બાદ નિતિકા કૌલએ આર્મીમાં જોડાવાનું નક્કી કરી લીધું હતું. હું મારા પતિના માર્ગે ચાલીશ,  તેમના અધૂરા કાર્યને પુરું કરવું એ મારી જવાબદારી છે. હું પણ દેશ હિતમાં કરીને મારા પતિને શ્રદ્ધાંજલિ આપવા માંગું છું. નિતિકા કૌલ અલાહાબાદથી પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ગત વર્ષથી જ ચેન્નઈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં.

મહત્વની વાત એ છે કે 14 ફેબ્રુઆરીના 2019 ના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન 40 જેટલા ભારતીય જવાન શહીદ થયા હતા. પુલવામાં થયેલ આંતકી હુમલા પછી તરત જ પુલવામાના પિંગલાન ગામમાં આતંકીઓને ઠાર કરવા માટે આર્મી દ્વારા એક ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જ્યારે આ ઓપરેશનમાં આંતકીઓની ગોળી વાગવાને લીધે 4 જેટલા સૈનિકો શહીદ થયા હતા. આ 4 શહીદ થયેલા સૈનિકોમાં મેજર રેન્કના ઓફિસર વિભૂતિ શંકરનો પણ સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મેજર વિભૂતિ ઢૌંડિયાલના મૃતદેહને તેમના વતન લાવવામાં આવ્યો હતો. ત્યારે તેમની પત્ની નિતિકા કૌલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મને મારા પતી પર ગર્વ છે. મેજર વિભૂતિ શંકરના પાર્થિવ શરીરની પાસે ઊભેલાં નિતિકાએ પોતાના પતિને સલામી આપતા કહ્યું હતું કે તમે જુઠું  બોલ્યા હતા કે તમેં મને પ્રેમ કરો છો. પરંતુ તમે મને નહિ પરંતુ પોતાના દેશને સૌથી વધુ પ્રેમ કરતા હતા. તમારી આ વાત પર મને ગર્વ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *