સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક ખુબ વાયરલ થયેલ વિડીયોને લઈ જાણકારી સામે આવી છે. ચૂંટણીમાં જીતના જશ્નના કેટલાંક ફોટા તમે જોયા હશે પણ પુણેમાં જેવો નઝારો કદાચ જ જોયો હશે.
ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ મંગળવારે આવી ગયા છે. પાલુ ગામમાં રહેતાં સંતોષ શંકર ગુરવ કુલ 500થી પણ વધારે મતોથી જીતીને સરપંચ બન્યાં છે. તેમની પત્ની રેણુકા આ જીત પર એટલી ખુશ થઈ ગઈ હતી કે, તેણે તેના પતિને પોતાના ખભા પર ઉંચકી લીધો હતો તેમજ આખા ગામમાં ફરી હતી.
જેનો કોઈ વ્યક્તિએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકતા હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખે પણ આ વીડિયોને ટ્વીટ કરીને પુરુષ માનસિકતામાં આવી રહેલ બદલાવ કહ્યો હતો. સંતોષ શંકરે પણ જશ્ન બાદ જીત માટેનો શ્રએય તેની પત્નીને આપવામાં આવ્યો હતો.
તેણે જણાવતાં કહ્યું હતું કે, જો પત્ની ઘરે-ઘરે જઈને પ્રયાસ ન કર્યો હોત તો મારી જીત સંભવ ન હતી. સંતોષ શંકર જાખ માતા દેવી ગ્રામ વિકાસ પેનલથી ચૂંટણી લડી રહ્યો હતો. આ પેનલમાં કુલ 7માંથી 6 સીટ તેણે હાંસલ કરી બતાવી છે. કોલ્હાપુરમાં આવેલ ગિરગામમાં વિવિધ વોર્ડમાં શુભાંગી કોંડેકર, શીતલ પ્રવીણ ચૌહાણ તથા અર્ચના ગુરવે જીત મેળવી હતી.
તેમના પતિઓએ પણ જીતના જશ્નમાં તમામ લોકોની સામે તેમની પત્નીને પોતાની ગોદમાં ઉઠાવી લીધી હતી. આની સિવાય જીતેલા બીજા લોકોએ પણ તેમની પત્નીને ગોદમાં ઉઠાવી રેલી કાઢી હતી. મહારાષ્ટ્રમાં થયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌથી વધારે ભાજપ સરકારને મત મળ્યા છે.
ग्रामपंचायत चुनाव में पति के जीत का अनोखा जश्न!! ।#PUNE के पालु ग्राम पंचायत चुनाव में पति संतोष शंकर गुरव की जीत पर पत्नी रेणुका ने पति को कंधे पर उठाया और झूम उठी।@ndtvindia pic.twitter.com/zyZhhRiZxg
— sunilkumar singh (@sunilcredible) January 19, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle