ATS ટીમે 5 કરોડના ડ્રગ્સ સાથે અમદાવાદ આવી રહેલ આરોપીની કરી ધરપકડ- પુછપરછમાં થયો ચોંકાવનાર ખુલાસો

પ્રતિબંધ હોવાં છતાં સોશિયલ મીડિયા પર અવારનવાર ડ્રગ્સની તેમજ એની હેરાફેરી કરી રહેલ આરોપીની ધરપકડ કરવામાં આવી એવાં સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં…

પ્રતિબંધ હોવાં છતાં સોશિયલ મીડિયા પર અવારનવાર ડ્રગ્સની તેમજ એની હેરાફેરી કરી રહેલ આરોપીની ધરપકડ કરવામાં આવી એવાં સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ATSની ટીમ દ્વારા લગભગ 5 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાની સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી મુંબઈથી ડ્રગ્સ લઈને અમદાવાદ આવી રહ્યો હતો. ATSની ટીમ દ્વારા વોચ ગોઠવીને આરોપીને શાહીબાગ વિસ્તારથી પકડી પાડવામાં આવ્યો હતો તથા ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. આટલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5 કરોડની આસપાસ હોવાંનું જણાઈ રહ્યું છે. આની સાથે જ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

બે ખાખી સેલોટેપથી વીંટાડેલાં પડીકામાંથી મળ્યો 5 કરોડનો ડ્રગ્સ :
ગુજરાત ATS ટીમને મળેલ બાતમી પ્રમાણે, મુંબઈનો સુલ્તાન શેખ નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે મુંબઈથી એક બેગમાં ડ્રગ્સનો મોટો જથ્થો લઈને આવી રહ્યો છે. મળેલ બાતમીને આધારે શાહીબાગ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી.

થોડા સમય પછી એક ઈસમ ત્યાંથી પસાર થતાં તેને ઊભો રાખીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારપછી તેની બેગ ચેકિંગ કરતાં બેગમાં કુલ 2 ખાખી સેલોટેપથી વીંટાડેલાં પડીકાં મળી આવ્યાં હતાં. પડીકાને ખોલતાં અંદરથી મેથામ્ફેટામાઈન નામનું ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું.

સુલ્તાન મુંબઈથી બસમાં બેસી અમદાવાદ આવ્યો :
પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને પૂછપરછની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આરોપી જણાવે છે કે, તેને આ જથ્થો અજમેર શરીફ દરગાહના ખાદીમને 18 જાન્યુઆરીની રાત્રે લગભગ 9:30 વાગ્યે તેના માણસ દ્વારા મુંબઈની શાલિમાર હોટલ નજીક પહોંચાડ્યો છે. ત્યારપછી સુલ્તાન મુંબઈથી બસમાં બેસીને અમદાવાદમાં આવ્યો હતો, જ્યાં તે અમદાવાદને મુસા સુહાગ કબ્રસ્તાનની સામે આવેલ મંદિરની બાજુમાં એક ઈસમને આપવા માટે જવાનો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *