નકલી નોટો શોધવા આવેલી પોલીસને ઘરના ટાંકા માંથી મળ્યા મહિલાની લાશના ટુકડે-ટુકડા, પતિએ જ કટિંગ મશીનથી…

એક ખૂબ જ ભયાનક ઘટના છત્તીસગઢનાં બિલાસપુર શહેર માંથી સામે આવી છે. જ્યાં એક પતિએ તેની પત્નીને ટાઇલ્સ કટીંગ મશીનથી કાપી નાખી હતી. પછી લાશ…

એક ખૂબ જ ભયાનક ઘટના છત્તીસગઢનાં બિલાસપુર શહેર માંથી સામે આવી છે. જ્યાં એક પતિએ તેની પત્નીને ટાઇલ્સ કટીંગ મશીનથી કાપી નાખી હતી. પછી લાશ અને ગંધને છુપાવવા માટે એરટાઇટ પોલિથીનમાં ભરી દીધી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી, આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આ ઘટના બિલાસપુર શહેરના ઉસલાપુર વિસ્તારની છે. જે છોકરીને પ્રેમ કરતો હતો તેની સાથે જ તેના લગ્ન થયા હતા, તેમ છતાં પત્નીની નિર્દયતાથી હત્યા કરી નાખી. સૌથી પહેલા હેવાન પતિએ ટાઈલ્સ કટિંગ મશીનથી મૃતદેહના 6 ટુકડા કર્યા. પછી તેને રાખવા માટે તેને એરટાઈટ પોલીથીનમાં પેક કર્યા. આ પછી તેણે પોલીથીનને પાણીની ટાંકીમાં છુપાવી દીધી અને 2 મહિના સુધી મૃતદેહ સાથે ઘરમાં આરામથી રહેતો હતો.

આરોપી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો
એડિશનલ એસપી રાજેન્દ્ર જયસ્વાલે જણાવ્યું કે, આરોપી પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. જેના કારણે તેણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે બે મહિના પહેલા આ હત્યા કરી હતી. પરંતુ, તે ખૂબ જ આશ્ચર્યજનક રીતે બહાર આવ્યું છે.

પોલીસ નકલી નોટો છાપવા અને આસપાસના વિસ્તારોમાં તેનો ઉપયોગ કરવા માટે આરોપી પવનને શોધી રહી હતી. પોલીસ દરોડો પાડીને તેના ઘરે પહોંચી હતી. જ્યાં અન્ય પુરાવાઓ અને નકલી નોટોની શોધખોળ દરમિયાન અચાનક તેમને પાણીની ટાંકીમાં મૃતદેહના ટુકડા પડેલા મળ્યા. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે આ લાશ તેની પત્ની સતી સાહુની છે. આ સાંભળીને પોલીસ ચોંકી ગઈ અને તેણે તરત જ તે ટુકડાઓ કબજે કરી લીધા અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કેસની તપાસ શરૂ કરી.

આરોપી પવન સિંહે પોલીસને જણાવ્યું કે, તે મૃતદેહના ટુકડાને અલગ-અલગ જગ્યાએ ફેંકવાની પ્લાન માં હતો. પરંતુ તે યોગ્ય સમય શોધી શક્યો નહીં. જે ઘરમાં તે થોડા દિવસ રોકાયો હતો ત્યાં કામ ચાલી રહ્યું હતું. જેના કારણે તેને મૃતદેહનો નિકાલ કરવાની તક મળી ન હતી. તે જ સમયે, નકલી નોટોના કેસમાં, પોલીસે તેના ઘરે દરોડા પાડીને તેને પકડી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *