કાળ બનીને બાળક પર તૂટી પડ્યો વિફરેલો આખલો- માસુમ દર્દથી તડપતુ રહ્યું ને આખલો શરીર પર બેસી…

હાલમાં સોશિયલ મીડિયા(Social media) પર એક વિડીયો ખુબ જ વાયરલ(Viral video) થઇ રહ્યો છે. આ વિડીયોમાં ઘરની બહાર રમી રહેલા 4 વર્ષના એક બાળક પર…

હાલમાં સોશિયલ મીડિયા(Social media) પર એક વિડીયો ખુબ જ વાયરલ(Viral video) થઇ રહ્યો છે. આ વિડીયોમાં ઘરની બહાર રમી રહેલા 4 વર્ષના એક બાળક પર આખલો હુમલો કરતો હોય તે દેખાઈ રહ્યું છે, જેના લીધે બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં આખલો એક બાળકને કચડતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો યુપી(UP)ના અલિગઢ(Aligarh)નો હોવાનું સામે આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સમગ્ર ઘટના અલિગઢના ધનીપુર મંડી વિસ્તારમાં ગુરુવારના રોજ સવારે 7.40 વાગ્યે બની હતી. સમગ્ર CCTVમાં કેદ થઇ ગઈ છે કે, જેમાં બાળક પોતાના દાદા સાથે રમતું દેખાઈ રહ્યું હતું. પરંતુ દાદા બાળકને છોડીને બીજી ગલીમાં ચાલ્યા જાય છે. ત્યારે થોડે જ દૂર ઉભેલો આખલો દોડી આવે છે અને બાળક પર હુમલો કરે છે.

વિડીયોમાં પહેલા બાળકને શિંગડું મારે છે અને પછી તેને કચડી ઢસડીને થોડી દૂર લઈ જઈ રહ્યો છે. ત્યાર બાદ આખલો બાળકની ઉપર બેસી જાય છે. આ દરમિયાન જ અવાજ સાંભળી દાદા દોડીને ઘટના સ્થળે દોડી જાય છે અને આખલાઠી બાળકને ખેંચીને બહાર કાઢે છે.

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા પછી આખલાને પકડવા માટે નગરપાલિકાની ટીમને ધનીપુર વિસ્તારમાં મોકલવામાં આવી હતી અને આ સાથે આ વિસ્તારમાં રખડતા અન્ય આખલાઓને પકડવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *