એવો તો શું ગુનો કર્યો કે એક જ સાથે 200 થી પણ વધારે વાંદરાઓના કાપી નાખ્યા પ્રાઇવેટ પાર્ટ…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં અવારનવાર આપણને વિશ્વાસ ણ થાય એવી ઘટનાઓ સામે આવતી હોય છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, કોઈ વ્યક્તિએ ગંભીર ગુનો કર્યો હોય તો એનું પ્રાઈવેટ અંગ કાપી નાખવામાં આવે પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે, આવું જ કોઈ પ્રાણીની સાથે કરવામાં આવે તો? હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.

થાઇલેન્ડમાં વાંદરાઓએ એવો હોબાળો મચાવ્યો છે કે, ત્યાંની સરકારને એક વિચિત્ર નિર્ણય લેવો પડ્યો છે. સરકારનાં આદેશ પછી વન્ય પ્રાણીઓની વિરુદ્ધ કાર્યવાહી કરનાર વિભાગે કુલ 200 થી પણ વધારે વાંદરાઓનો ખાનગી ભાગ કાપી નાખ્યો હતો. આ એટલા માટે કરવામાં આવ્યું છે કે, જેને કારણે વાંદરાઓનાં પ્રજનન દરમાં ઘટાડો કરીને એમના આતંકને અટકાવી શકાય.

ચાલો આપને જણાવી દઈએ કે, કોરોનાને કારણે થયેલ લોકડાઉન દરમિયાન વાંદરાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. તેઓ સોનગલા શહેરમાં પ્રવેશીને લોકોને હેરાન કરી રહ્યા છે. મળેલ જાણકારી પ્રમાણે વન્યપ્રાણીય વિભાગે લોકોને ત્રાસ આપતાં આવા કુલ 200 થી પણ વધારે વાંદરાઓને બંધ કરી દીધા હતાં. ત્યારપછી એમના ખાનગી ભાગોને કાપી નાખવામાં આવ્યાં હતાં.

આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે, વાંદરાઓ એમની વસ્તીમાં વધારો ન કરી શકે. આની સાથે આ વાંદરાઓને એક વિશેષ નિશાની પણ અમલમાં મુકવામાં આવી છે. જેને કારણે ભવિષ્યમાં આવી કોઈ મુશ્કેલી આવે તો તેઓની ઓળખ કરી શકાય. એક અધિકારીએ જણાવતાં કહ્યું કે, અમને વાંદરાઓની સંખ્યાને અંકુશમાં લેવાની જરૂરીયાત રહેલી છે.

કારણ કે, તેઓ લોકોના ઘરોમાં ઘૂસીને એમના ખાદ્ય પદાર્થો તથા આવશ્યક ચીજોનો બગાડ કરીને સમસ્યા ઉભી કરી રહ્યા છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે લોકોએ જણાવતાં કહ્યું હતું કે, વાંદરાઓની વધતી વસ્તીને તાત્કાલિકપણે નિયંત્રણમાં લેવાની જરૂર રહેલી છે, નહીં તો માનવો સાથેનો એમનો સંઘર્ષ વધુ વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *