1000 કરોડના ખર્ચે બનાવેલા શિક્ષણ ભવનમાં પાટીદાર વિદ્યાર્થીઓ માત્ર એક રૂપિયામાં UPSCની તૈયારી કરી શકશે

1000 કરોડના ખર્ચે દાતાઓએ અત્યાધુનિક શિક્ષણ ભવન બનાવ્યા

પાટીદાર સમાજના 350થી વધુ દાતાઓએ રૂ.51 લાખનું દાન આપ્યું

પાંચ શહેરમાં પાટીદાર વિદ્યાર્થી એક રૂપિયામાં UPSCની તૈયારી કરી શકશે

આજના સમયમાં શિક્ષણ એક વ્યાપાર બની ગયો છે ત્યારે પાટીદાર સમાજના 350થી વધુ દાતાઓએ વિદ્યા માટે રૂ.51 લાખનું આર્થિક યોગદાન આપ્યું છે. જેને કારણે પાટીદાર સમાજના યુવક-યુવતીઓ એક રૂપિયાના ટોકન દરે યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાની તાલીમ લઈ શકશે. 1 હજારથી વધુ કરોડના ખર્ચે રાજ્યના 5 શહેરોમાં અત્યાધુનિક શિક્ષણ ભવનો બનાવવામાં આવ્યા છે. રાજકોટમાં હાલ 100 થી વધુ પાટીદાર સમાજના દીકરા-દીકરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.

રાજકોટમાં નાનામવા સર્કલ ખાતે સરદારધામ યુવા તેજસ્વિની સંચાલિત ક્લાસ ચાલી રહ્યા છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને મુંબઈ એમ હાલ પૂરતો પાઈલટ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. જેમાં નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ ઓફિસર, કે વર્તમાન સમયમાં પોલીસ મ્યુ. કમિશ્નર અને મામલતદાર જેવા અધિકારીઓ વિદ્યાર્થીઓને જીપીએસસીની પરીક્ષા કેમ આપવી તેની તાલીમ આપી રહ્યા છે. સવારે અને સાંજે એમ બે કલાક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાની સગવડ પણ આપવામાં આવે છે. આવનારા દિવસોમાં પાટીદાર સમાજ સિવાયના અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.

દરેક સીટ પર લાયક વિદ્યાર્થીઓને જ પ્રવેશ, નિષ્ણાતો એન્ટ્રસ એકઝામ લે છે

ટોકનદરે ચાલતા ક્લાસથી સમાજના વધુને વધુ યુવક-યુવતીઓ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થાય તે માટે એક મુખ્ય હેતુ છે અને આ હેતુ ખરા અર્થમાં સાર્થક થાય તે માટે પ્રવેશ આપતા પહેલા દરેક વિદ્યાર્થીની એન્ટ્રસ એક્ઝામ લેવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓનું જનરલ નોલેજ, ઈંગ્લિશ ભાષા પરનું પ્રભુત્વ અને ગણિતમાં કેવી માસ્ટરી છે તેની ખાસ ચકાસણી કરવામાં આવે છે. જો વિદ્યાર્થી એક્ઝામમાં પાસ થાય તો જ તેને પ્રવેશ આપવામાં આવે છે.

આવનારા પાંચ વર્ષમાં પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ અધિકારી બનાવવા છે

આ પહેલ અમદાવાદના ગગજીભાઈ સુતરિયાની છે. જેમણે વિચાર રજૂ કર્યો કે, મંદિરમાં દાન આપવાને બદલે ભાવિ સમાજ માટે નક્કર કામગીરી કરવામાં આવે તો શિક્ષિત સમાજનું નિર્માણ કરવામાં આવશે. તેમના આ વિચારને સમાજના દાતાઓએ આવકારી લીધો અને આખું અભિયાન ઉપાડી લીધુ. – શર્મિલાબેન બાંભણિયા – પોપ્યુલર સ્કૂલ સંચાલિકા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *