કોરોના રસી લેનારને AMAZON આપી રહ્યું છે ૩.૭૦ કરોડ રૂપિયા અને વેકેશનનું પેકેજ

નવી દિલ્હી: લોકોને રસીકરણ માટે જાગૃત કરવા માટે, કંપનીઓ ઘણી આકર્ષક ઓફરો આપી રહી છે. કંપનીઓએ રસીકરણ કાર્યક્રમને પ્રોત્સાહન આપવાના હેતુથી એકથી વધુ આકર્ષક ઓફરની જાહેરાત કરી છે. હાલ વિશાળ ઈ-કોમર્સ કંપની એમેઝોનનું નામ પણ તેમાં ઉમેરાયું છે. એમેઝોન તેના ફ્રન્ટ લાઈન કામદારોને કાર અને વેકેશનનું પેકેજ ઓફર કરી રહ્યું છે અને તેની સાથે $ 500,000 (લગભગ 3.70 કરોડ રૂપિયા)નું રોકડ ઇનામ પણ છે. જોકે, આ માટે તેણે સાબિત કરવું પડશે કે તેણે કોવિડ-19ની રસી લીધી છે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, એમેઝોન રસીકરણ સ્પર્ધા હેઠળ કુલ 18 ઇનામો આપશે. જેની કંપનીની કિંમત આશરે $ 2 મિલિયન છે. આમાં બે $ 500,000 (અંદાજે રૂ. 3.70 કરોડ) રોકડ ઇનામો, છ $ 100,000 (અંદાજે રૂ. 70 લાખ) ઇનામો, પાંચ નવા વાહનો અને પાંચ વેકેશન પેકેજનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે એમેઝોનની આ ઓફર તેના ફ્રન્ટલાઈન કામદારો માટે છે. જેઓ વેરહાઉસ અને અન્ય લોજિસ્ટિક્સ સુવિધાઓમાં કામ કરે છે, તેમજ હોલ ફૂડ્સ માર્કેટ અને એમેઝોન ફ્રેશ ગ્રોસરી સ્ટોર્સ તેમજ એમેઝોન વેબ સર્વિસીસ ડેટા સેન્ટર્સમાં કલાકદીઠ કામદારોનો પણ સમાવેશ છે.

એમેઝોને યુ.એસ વેરહાઉસના કામદારોને કામ પર માસ્ક પહેરવાનું ફરી એક વખત કહ્યું છે, કારણ કે દેશમાં ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કંપનીએ કહ્યું કે રસીકરણની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર માસ્ક હવે ફરજિયાત છે. એમેઝોને તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “યુ.એસ.માં નવા કોવિડ -19નો ફેલાવો અને જાહેર આરોગ્ય અધિકારીઓ તેમજ અમારા પોતાના તબીબી નિષ્ણાતોના માર્ગદર્શનથી અમને રસીકરણની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, ઘરની અંદર પણ ફેસ ઢાંકવાની જરૂર છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *