Tokyo Olympics 2020ની અણધારી સફળતા બાદ હવે દરેક લોકોની નજર આગામી ઓલિમ્પિક પર છે. ત્યારે આ સમય દરમિયાન ક્રિકેટ રસિકો માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ પુષ્ટિ કરી છે કે, વર્ષ 2028 માં યોજાનારી લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટ રમતને પણ શામિલ કરવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા આપવામાં આવેલા એક મોટા નિવેદનમાં જણાવ્યું છે કે હાલમાં એક વર્કિંગ ગ્રુપનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટ ગેમને પણ શામેલ કરવાની પ્રકિયાની જવાબદારી રહેશે. પ્રયત્ન રહેશે કે ઓલિમ્પિક 2028, 2032 અને અન્ય જયારે પણ ઓલિમ્પિક યોજવામાં આવે તેમાં ક્રિકેટને શામેલ કરવામાં આવે.
ICC can confirm its intention to push for cricket’s inclusion in the @Olympics, with the 2028 Games in Los Angeles being the primary target.
More details ?
— ICC (@ICC) August 10, 2021
અમે તમને જણાવી દઈએ કે ઓલિમ્પિકમાં ક્રિકેટને શામેલ કરવાની માંગ લાંબા સમયથી ઉઠી રહી છે. જેને લીધે ભારત વતી BCCI એ પણ કહ્યું છે કે, જો આવું થશે તો ભારત ચોક્કસપણે તેમાં ભાગ લેશે. હવે જ્યારે ટોકિયો ઓલિમ્પિક 2020 સમાપ્ત થયા બાદ પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે હવે આગામી ઓલિમ્પિક પર સૌની નજર છે.
આઈસીસીના ચેરમેન ગ્રેગ બાર્કલેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારી સમગ્ર રમત એકમ એક સાથે છે અને અમે ઓલિમ્પિકને ક્રિકેટના લાંબા ભવિષ્યના ભાગ રૂપે જોઈએ છીએ.” સમગ્ર વિશ્વમાં અમારી પાસે એક અબજથી વધુ ચાહકો છે અને તેમાંથી લગભગ 90 ટકા લોકો ઓલિમ્પિકમાં ક્રિકેટ રમત જોવા માંગે છે. ક્રિકેટ સ્પષ્ટપણે મજબૂત અને પ્રખર ચાહકો ધરાવે છે. આ ખાસ કરીને દક્ષિણ એશિયામાં છે, જ્યાં અમારા 92% ચાહકો આવે છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ 30 મિલિયનથી વધુ ક્રિકેટ ચાહકો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.