પોતાના જીવની પરવાહ કર્યા વગર જુઓ કેવી રીતે એક કુતરાએ પોતાના માલિકને મોતના મુખમાંથી બચાવ્યો- સમગ્ર ઘટના જાણીને રડી પડશો

કૂતરાઓ તેમની વફાદારી માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. જ્યારે માલિકની વાત આવે છે, ત્યારે ચપળ કે ચાલાક પ્રાણી પોતાનો જીવ જોખમમાં નાખી દેતા હોઈ છે.…

કૂતરાઓ તેમની વફાદારી માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. જ્યારે માલિકની વાત આવે છે, ત્યારે ચપળ કે ચાલાક પ્રાણી પોતાનો જીવ જોખમમાં નાખી દેતા હોઈ છે. ત્યારે આવી જ એક ઘટના યુનાઇટેડ સ્ટેટ્સના કેલિફોર્નિયામાંથી સામે આવી છે. એક કૂતરાએ તેના માલિકને સાપથી બચાવ્યો અને સાબિત કર્યું કે, જો પાલતુ કૂતરા સાથે મિત્રતા કરવામાં આવે તો એ તમને ક્યારેય છેતરશે નહીં.

એલેક્સ લોરેડો નામની વ્યક્તિને તેના પાલતુ કૂતરાએ સીધા મોતના મુખમાંથી પાછો ખેંચી લાવ્યો હતો. ત્યાર પછી, માલિકે તેના વફાદાર કૂતરાને  બચાવવા માટે બનતા બધા જ પ્રયત્નો કર્યા. આ હીરો કુતરો એક લેબ્રાડોર છે. 18 વર્ષ સુધી પોતાના માલિક સાથે રહેતા આ કૂતરાએ એક દિવસ પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. તેની નજર સામે મોતને જોતા કુતરાએ પોતાનો જીવ જોખમમાં નાખી તેના માલિકને નવું જીવનદાન આપ્યું. એલેક્સ લોરેડો અને તેના હીરો કુતરો માર્લીની આ વાર્તા ખૂબ જ લાગણીશીલ છે.

કૂતરાએ સાપથી માલિકનો જીવ બચાવ્યો:
સેન ડિયાગોમાં પોતાનું ઘર સાફ કરતી વખતે એલેક્સ તેના કૂતરા માર્લી સાથે ઉભો હતો. આ દરમિયાન એક ખતરનાક સાપ એલેક્સ તરફ જવા લાગ્યો. ત્યારે નજીકમાં ઉભેલા તેના કૂતરાએ સાપનો અવાજ સાંભળ્યો, ત્યારે તે સાપને એલેક્સ લોરેડોને કરડે તે પહેલા તે બંને વચ્ચે આવી ગયો. એલેક્સ જણાવ્યું હતું કે, જ્યારે માર્લીએ તેને ધક્કો માર્યો હતો ત્યારે તે સંપૂર્ણ રીતે ફરી પણ શક્યો નહોતો અને તેને ધક્કો માર્યો અને તે પોતે ખુદ જ સાપની સામે આવી ગયો હતો.

સદનસીબે કૂતરો પોતે બચી ગયો:
ડોગ માર્લીએ તેના માલિકને બચાવ્યો, પરંતુ સાપે તેને તેની જીભ અને ગળા પાસે ડંખ માર્યો હતો. ત્યારબાદ, કૂતરાના મોમાંથી લોહી નીકળવા લાગ્યું અને તે બેહોશ થઇ ગયો. કોઈક રીતે એલેક્સ તેના વિશ્વાસુ કૂતરાને હોસ્પિટલમાં લઈ ગયો અને તેને બચાવવા માટે તેની આખી કમાણી દાવ પર લગાવી દીધી. તેણે આ માટે ભંડોળ એકઠું કરવાનો પણ આશરો લીધો. છેવટે હોસ્પિટલમાં બે દિવસ પછી, કૂતરાની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો અને હવે તે ખતરાથી બહાર છે. એલેક્સે આ વાતને ખૂબ જ ભાવનાત્મક ગણાવી હતી. તે કહે છે કે, તેના વફાદાર કૂતરાને ઘાયલ થયેલો જોઈને તે પણ મુશ્કેલીમાં પડી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *