Gujarat Weather Forecast: ગુજરાતમાં શિયાળાએ જમાવટ કરી લીધી છે. અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આ દરમિયાન હવામાનના (Gujarat Weather Forecast) આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડી અને કમોસમી વરસાદ અંગે આગાહી કરી છે.આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે કરી આગાહી
હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે માવઠું થવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શકયતા છે. જેના કારણે દક્ષિણ ભારત અને તમિલનાડુમાં કમોસમી વરસાદ વરસશે. તો આ તરફ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે. જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની પણ તેમણે આગાહી કરી છે.
17 ડિસેમ્બરથી મહત્તમ તપામનમાં વધારો થઈ શકે છે
આ તરફ ઠંડીને લઇને અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલમાં ઠંડી પડશે. ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. મહેસાણા, જૂનાગઢના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10થી 15 ડિગ્રી રહેશે. રાજકોટના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે. 17 ડિસેમ્બરથી મહત્તમ તપામનમાં વધારો થઈ શકે છે.
ઠંડીનો ચમકારો વધ્યો
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તેમજ આજે સવારથી જ ગુજરાતમાં લોકોને કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યો જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.તાપામાનનો પારો એક જ રાતમાં 1થી 5 ડિગ્રી ઘટી જતા લોકો ઠૂઠવાઈ ગયા હતા.જો કે આ મોસમમાં પહેલીવાર નલિયાનું તાપમાન 6.2 ડિગ્રી નોંધાયું છે. આ સાથે વડોદરામાં 10 ડિગ્રી, ડીસામાં 10.3, ગાંધીનગરમાં 12.7, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 13, અમદાવાદમાં 13.7 અને સુરતમાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, બોટાદ, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી સંભાવના છે. તેમજ જામનગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી શક્યતા છે.ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, રાજકોટ,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, મોરબી, કચ્છ, દાહોદ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી શક્યતા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App