સુરતમાં AAP ના વિરોધપક્ષ નેતાએ કરી એવી જાહેરાત કે ભાજપના કોર્પોરેટરોને પેટમાં દુખ્યું અને કર્યું ન કરવાનું

હાલમાં રાજ્યના સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. ભાજપ શાસિત SMC દ્વારા સમય પહેલાં જ્યારે જગદીશ પટેલ મેયર પદે આવ્યા ત્યારે પાલિકાના પદાધિકારીઓને ડિજિટલ કામગીરી માટે તથા લોકો સંપર્ક કરી શકે એની માટે Android phone તરીકે મોંઘાદાટ iPhone આપવામાં આવ્યા હતા.

આ iphone ની ખરીદીનો ખર્ચ મહાનગર પાલિકાના ચોપડે ઉધારવામાં આવ્યો હતો. જે આવક લોકોના વેરામાંથી મહાનગરપાલિકાને મળતી હોય છે. જેમાંથી વિકાસ કાર્યો કરવાની જગ્યાએ મોંઘાદાટ iphoneની ખરીદી કરીને શાસકોએ ફક્ત સ્વ. ના વિકાસમાં જ વધુ રસ હોવાનું ચરિતાર્થ કર્યું હતું. જેને લઇ જે-તે સમય પર ખુબ વિરોધ પણ થયો હતો.

હાલમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એકવખત પુનઃ ભાજપને સત્તા મળી છે. જો કે, આ વર્ષ દરમિયાન  મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના 27 જેટલા નગરસેવકો પણ ચૂંટાયા છે ત્યારે વિરોધ પક્ષના આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

જેમાં તેમણે જણાવતાં કહ્યું છે કે, આ વખતે પણ મહાનગરપાલિકા દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા તથા વિરોધ પક્ષના નેતા તમજ iphone આપવાની વિચારણા ચાલી રહી હોવાનું તેમને જાણવા મળી રહ્યું છે.

વિરોધ પક્ષના નેતાએ વિડિયોના માધ્યમથી કહ્યું છે કે, સમગ્ર શહેરની જનતાના ટેક્સના નાણાંનો ઉપયોગ મોંઘાદાટ iphoneની ખરીદી કરવાની જગ્યાએ વિકાસનાં કાર્યોમાં થવો જોઈએ. પદાધિકારીઓને જો મોબાઈલ આપવો ખુબ જ જરૂરી હોય તો સામાન્ય એન્ડ્રોઇડ ફોન પણ આપી શકાય છે. એન્ડ્રોઈડ ફોનથી પણ ડિજિટલ કાર્યો થઈ શકે છે.

iphone જેવા મોંઘાદાટ ફોન ખરીદવાનો શો અર્થ? જો કે, તેમણે મ્યુનિસિપલ સેક્રેટરીને પત્ર લખીને i-phone આપવામાં આવે તો તે લેવાનો ઇનકાર કરીને ખરા અર્થમાં આમ આદમી પાર્ટી પ્રજાની સેવક છે તેે વાતનેે ચરિતાર્થ કરી બતાવી છે.

આ હરકતથી ગિન્નાયેલા ભાજપના નેતાઓ પોતાના પર કાબુ ન રાખી ન શક્યા અને પોતાના હાથમાં આવતા મોંઘા ફોન ને અટકતો જોઇને એક કોર્પોરેટરએ નીચતાની હદ પાર કરીને નિર્લજ્જતા સાથે આમ આદમી પાર્ટીના નેતાઓને આડેહાથ લીધા હતા. આ વિરોધને પગલે કોર્પોરેટર ઉર્વશી પટેલ લોકોમાં હાંસીને પાત્ર બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *