શું ખરેખર વિરાટ કોહલી IPL નહીં રમે? પૂર્વ દિગ્ગજ ક્રિકેટરના નિવેદનથી ફેન્સ ટેન્શનમાં

Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યા છે. તેણે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં નહીં રમવાનો(Virat Kohli) નિર્ણય લીધો હતો. તેણે આ અંગે બીસીસીઆઈને પહેલા જ જાણ કરી દીધી હતી. તેને શરૂઆતની મેચોમાંથી બહાર રાખ્યા બાદ બોર્ડે વિરાટ કોહલીને સમગ્ર શ્રેણીમાંથી બહાર રહેવાની મંજૂરી આપી હતી.

ભારતીય ટીમે સતત ત્રણ જીત નોંધાવીને શ્રેણી જીતી લીધી
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમે સતત ત્રણ જીત નોંધાવીને શ્રેણી જીતી લીધી છે. વિરાટ કોહલી અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં રમી રહ્યો નથી. પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે આશંકા વ્યક્ત કરી હતી કે આ સ્ટાર બેટ્સમેન ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી પણ બહાર રહી શકે છે.

કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નાઈમાં રમાશે
IPL 22 માર્ચથી શરૂ થશે, જેની પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નાઈમાં રમાશે. કોહલીને શરૂઆતમાં ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચ પહેલા તે ટીમમાંથી ખસી ગયો હતો. સ્ટાર ક્રિકેટર અને તેની પત્ની અનુષ્કા શર્માએ આ મહિનાની શરૂઆતમાં તેમના બીજા બાળકના જન્મની જાહેરાત કરી હતી.

જ્યારે ગાવસ્કરને પૂછવામાં આવ્યું કે શું કોહલી લાંબા સમય સુધી બહાર રહ્યા પછી IPLમાં રન બનાવવા માટે બેતાબ હશે, તો ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને મજાકમાં કહ્યું, “શું તે રમશે… તે કોઈ કારણસર નથી રમી રહ્યો. કદાચ તે IPLમાં પણ નહીં રમે.

ગાવસ્કર સ્ટાર સ્પોર્ટ્સ સ્ટાર ઈવેન્ટ દરમિયાન ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, રાંચીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા.