દેશમાં દિવસેને દિવસે પેટ્રોલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને મોંઘવારીનો માર સતત જનતાને સહન કરવો પડી રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે એક સામાન્ય જનતા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે દેશભરમાં મોંઘા પેટ્રોલ વચ્ચે આ રાજ્યના લોકો માટે સારા સમાચાર આવ્યા છે.
તમિલનાડુ સરકારે રાજ્યમાં પેટ્રોલની કિંમતમાં રૂપિયા 3 નો ઘટાડો થયો છે. તમિલનાડુ રાજ્યમાં આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી પી.ટી.આર. પલાનીવેલ થિયાગા રાજનને શુક્રવારે પોતાનું પ્રથમ પેપરલેસ બજેટ રજૂ કર્યું. તમિલનાડુ સરકારે રાજ્યની એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકતા પેટ્રોલની કિંમતમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી આ વર્ષે રાજ્ય સરકારને 1,160 કરોડ રૂપિયાનું નુકસાન થશે.
પેટ્રોલ-ડીઝલના ભાવ મે 2021 થી સતત વધી રહ્યા છે. મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વિક્રમી ઉચાઈએ પહોંચ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, કેરળ, બિહાર અને પંજાબ સહિત 15 રાજ્યોના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયા છે.
ઇન્ડિયન ઓઇલ અનુસાર, આજે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા અને ડીઝલની કિંમત 97.45 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 102.49 રૂપિયા અને ડીઝલની કિંમત 94.39 રૂપિયા પ્રતિ લીટર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.