કોરોનાથી દરેક જીમ બંધ થતા, લોકો ઘરની બહાર કસરત કરવા નીકળ્યા.

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે ભારતમાં ત્રીજું મોત થતા ખળભળાટ મચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી અપાયેલી જાણકારી અનુસાર ભારતમાં નોવેલ કોરોનાવાયરસ ચોથા વ્યક્તિના ના મૃત્યુના સમાચાર છે, આ દર્દી પંજાબનો હતો. અત્યાર સુધી ત્રણ મોત ચુક્યા હતા જે દિલ્હી, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. ભારતમાં અત્યાર સુધી ૧૪૯ જેટલા કેસ પોઝીટીવ નોંધાઈ ચુક્યા છે. ૧૯ જેટલા દર્દીઓને કોરોના મટી જવા પામ્યો છે. જયારે કુલ ૪ રોગીના મોત નીપજ્યા છે. સરકારના આદેશ મુજબ સ્કૂલ-કૉલેજ, મોલ, મંદિર, અને જિમ વગેરે બંધ કરી દેવાયા છે. આવામાં દુનિયાભરમાં લોકો ઘરમાં જ વર્કઆઉટ કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર ‘વર્કઆઉટ ફ્રોમ હોમ’ હેથટેગ સાથે જનતા પોતાના વર્કઆઉટના વિડીયો પર શેર કરી કરી રહી છે જેથી અન્ય લોકો પણ તેને અજમાવે. પણ મહારાષ્ટ્રના નાગપુરમાં લોકો ઘરમાંથી નીકળીને રોડ પર વર્કઆઉટ કરી રહ્યાં છે. આ જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ ખૂબ નારા છે. લોકો કહી રહ્યાં છે કે, જ્યારે ઘરમાં રહેવાનો સમય આવ્યો ત્યારે આ લોકો રોડ પર આવી ગયા.

શું છે ઘટના?

ANIના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસને કારણે રાજ્યમાં તમામ જિમ બંધ થઈ જતા નાગપુરના લોકો એક્સરસાઈઝ કરવા માટે રોડ પર એકઠાં થઈ ગયા. એક લોકલ વ્યક્તિ હરદીપ ભાટિયાએ જણાવ્યું કે, અમે એક્સરસાઈઝ દ્વારા અમારી ઈમ્યૂનિટીને વધારી રહ્યાં છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *