વધતા જતા હત્યાના કેસોમાં હાલમાં જ માહિતી મળી આવી છે કે, અમેરિકા (America)માં રહેતા 33 વર્ષીય ગુજરાતી ડૉક્ટર(Gujarati Doctor) રાકેશ પટેલની અમેરિકામાં હત્યા કરવામાં આવી હતી. હત્યાના કારણમાં જાણવા મળ્યું છે કે, તે પોતાની ચોરેલી કારને પરત લેવા માગતો હતો. હત્યા દરમિયાન રાકેશ પટેલની પ્રેમિકા રશેલ લિંકન પણ ત્યાં હાજર હતી, તેથી તેણે આ સમગ્ર દુઃખદ ઘટના નજરે જોઈ હતી.
આ ઘટના 8 માર્ચના રોજ મંગળવારની રાત્રે 8 વાગે(અમેરિકન સમય પ્રમાણે) બની હતી. જાણવા મળ્યું છે કે, ડૉક્ટર રાકેશ પટેલ તેના મિત્રમંડળમાં ‘રીક’ના નામથી લોકપ્રિય હતો. મળતી માહિતી અનુસાર, રાકેશ પટેલ પોતાની ગર્લફ્રેન્ડને પેકેજ આપવા માટે સ્પ્રિનિંગ મેરીલેન્ડથી પોતાની મર્સિડિઝ કારમાં બહાર નીકળ્યો હતો. આ દરમિયાન જયારે ડૉક્ટર રાકેશ પટેલ પોતાની કાર માંથી બહાર નીકળી પોતાની ગર્લફ્રેન્ડને ગળે ભેટ્યા, એ તકનો લાભ લઈને બે ચોર મર્સિડિઝ લઈને ભાગી ગયા હતા.
રાકેશ પટેલ પોતાની કાર બચાવવા કારની પાછળ દોડ્યા હતા અને જેમ તેમ કરીને પોતાની કારની આગળ આવીને ઊભા રહી ગયા હતા. ત્યારબાદ ચોરોએ રાકેશ પર જ કાર ચઢાવીને તેની હત્યા કરી નાખી હતી. તેથી રાકેશ પટેલને તાત્કાલિક પણે નજીકની હોસ્પિટલમાં લઈ જવાય હતા, પરંતુ ત્યાં રાકેશ પટેલને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના તેની ગર્લફ્રેન્ડે પોતાની નજરે જોઈ હતી.
જાણવા મળ્યું છે કે, રાકેશ પટેલ મેડસ્ટાર વોશિગ્ટન હોસ્પિટલ સેન્ટરમાં ડૉક્ટર તરીકે ક્રિટિક કેરમાં છે. તેઓ ખુબ જ કેરિંગ તથા સ્માર્ટ હતા. રાકેશ પટેલના પિતા પણ ડૉક્ટર છે. તેમના પિતા રજનીકાંતે જણાવ્યું કે, તેમના દીકરાનો જીવ વગર કારણ લેવામાં આવ્યો છે. માતા ચારુલતાએ કહ્યું હતું કે તે હંમેશાં દીકરાને બેબી કહીને બોલાવતા હતા. વધુમાં રાકેશની માતાએ જણાવ્યું હતું કે, તેમના પાચ સંતાનોમાંથી બે સંતાનો ડૉક્ટર છે અને ડૉક્ટર રાકેશ સૌથી નાના હતા.
માહિતી આપનારને ઈનામ મળશેઃ
હજુ સુધી વોશિગ્ટન પોલીસ આ કાર ચોરોને પકડી નથી શક્યા. પોલીસે ચોરી થયેલી મર્સિડિઝ કારની શોધ કરી છે, પરંતુ બે ચોરને હજુ સુધી પકડી શકી નથી. આથી જ પોલીસે જાહેરાત કરી છે કે કાર ચોરો અંગે માહિતી આપનાર વ્યક્તિને 25 હજાર ડૉલર (અંદાજે 19,13,155 રૂપિયા) ઈનામ આપવામાં આવશે.
રાકેશ પટેલના મૃત્યુ બાદ મેડસ્ટાર હોસ્પિટલે જણાવ્યું હતું કે, પટેલની હત્યાથી તેમને આંચકો લાગ્યો છે. તેઓ અહીંયા રેસિડેન્શિયલ ડૉક્ટર હતા અને ચેપી રોગોમાં ફેલોશિપ પૂરી કરી હતી. હાલમાં ક્રિટિકલ કેરમાં ટ્રેનિંગ લેતા હતા. હોસ્પિટલ ડૉક્ટર રાકેશ પટેલને હંમેશાં યાદ રાખશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.