આ તો ઊંધું થયું… પત્નીએ દારૂ પીને પતિને ખંખેરી નાખ્યો, પોલીસ સ્ટેશનમાં જયારે ખુલાસો થયો ત્યારે પતિને ધોળે દિવસે અંધારા આવી ગયા

Agra News: દારૂ પીવાનો શોખ જો વ્યસન બની જાય તો તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. માત્ર પોતાના શરીરને જ નુકસાન થતું નથી, બીજાના જીવનને પણ તેનાથી ખૂબ જ અસર થાય છે. જો લગ્ન જીવનમાં દારૂ પતી દારૂનો વ્યસની બની જાય તો, વાત ક્યાંય સુધી પહોચી જાય છે. આગ્ર (Agra News) ની એક મહિલાએ પોતાના પતિની દારૂની લત છોડાવવા માટે આવી રીત અપનાવી, (woman acted alcoholic to teach husband lesson) જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

કહેવાય છે ને કે, ‘લોહા લોહે કો કાટતા હૈ, ઝેર ઝેરને મારે છે.’ આગ્રાની આ મહિલાએ આ કહેવતોને સાચી સાબિત કરી છે. તે તેના પતિની દારૂ પીવાની ટેવને છોદાડવા માંગતી હતી. પરંતુ પતિ કોઈ પણ સંજોગોમાં સ્વીકારવા તૈયાર ન હતો. તેનાથી વ્યથિત પત્નીએ પતિને તેની જ ભાષામાં બરાબરનો પાઠ ભણાવ્યો હતો. પતિની દારૂની લત છોડાવવા પત્નીએ પોતે દારૂ પીને હંગામો મચાવવા લાગી. આ જોઈને પતિ ભાન ભાન ભૂલી ગયો.

અહેવાલ મુજબ, મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પતિ-પત્ની બંને કાઉન્સેલિંગ માટે ગયા. ત્યાં બંને એકબીજા પર નશામાં હોવાનો આરોપ લગાવવા લાગ્યા. પતિએ પત્ની પર આરોપ લગાવ્યો કે તે દારૂ પીવે છે, અને પછી તે દારૂના નશામાં તેનું અપમાન કરે છે. જોતજોતામાં ઘર નજીકના ચોકડી પર પણ હંગામો મચી જાય છે. રિપોર્ટ અનુસાર, પત્ની પર આ આરોપો લગાવતા પતિએ પુરાવા તરીકે કાઉન્સેલરને એક વીડિયો પણ બતાવ્યો. વીડિયોમાં પતિ ડરીને ભાગતો જોવા મળી રહ્યો છે. પત્ની તેની પાછળ દોડીને દુર્વ્યવહાર કરી રહી છે.

પત્નીએ કહ્યું ‘દારૂની લત છોડાવવા માટે આવું કર્યું’
મહિલાએ તેના પતિના આ આરોપો પર પોતાનો ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે પતિ રોજ નશાની હાલતમાં ઘરે આવતો હતો. પછી તે કોઈને કોઈ બહાને તેણીને મારતો હતો. મહિલાના કહેવા પ્રમાણે, આનાથી કંટાળીને પત્નીએ તેના પતિની લત છોડાવવાનું નક્કી કર્યું. મહિલાએ જણાવ્યું કે, ‘મેં દારૂ નહોતો પીધો, બસ પીધેલાની એક્ટિંગ કરી હતી.’ પછી પત્નીએ એવી જ હરકતો શરુ કરી જે તે રોજ કરતો હતો. પત્નીએ તેના પતિને ખંખેર્યો પણ… પત્નીની આ શિખામણ પતિના મગજમાં ઘર કરી ગઈ. પતિ સમજી ગયો કે, તે જયારે નશામાં હોય છે ત્યારે તે શું-શું કરે છે.

પત્નીએ જણાવતા કહ્યું કે, તેણે પતિની આ ખરાબ ટેવ સુધારવા દારૂ પીધેલી હોવાનો ડોળ કર્યો.

પતિ પર શું અસર થઈ?
પત્નીની આ એક્ટિંગની પતિમાં ઊંડી અસર થઇ. પતિ કહે છે કે હવે તે વધારે માત્રામાં દારૂ નહીં પીવે. અઠવાડિયામાં માત્ર એક જ વાર બોટલ હાથમાં લેશે. સ્થાનિક કાઉન્સેલરે પતિ-પત્ની વચ્ચે આ કરાર કર્યો છે. પતિએ લેખિતમાં વચન આપ્યું છે કે તે દારૂ પીવાની તેની આદતને કાબૂમાં રાખશે અને હવે તે તેની પત્નીને મારશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *