હવસ સંતોષવા આવેલા નરાધમને મહિલાએ એકલાહાથે ચખાડ્યો મેથીપાક… જુઓ વિડીયો

યુવતીને રાત્રે સ્કૂટી પર એકલી જતી જોઈને એક ઓટો ડ્રાઈવરે તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું, પરંતુ યુવતીએ પણ તેને પાઠ ભણાવવામાં મોડું ન કર્યું. આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના કૃષ્ણા(Krishna) જિલ્લામાં એક યુવતીએ ઓટો ડ્રાઈવરને માર માર્યો હતો. ઓટો ડ્રાઈવર યુવતીને પરેશાન કરતો હતો. જ્યારે આંધ્ર પ્રદેશ રાજ્ય મહિલા આયોગને આ ઘટનાની જાણ થઈ, ત્યારે આયોગના વડા વાસિરેદ્દી પદ્મા (Vasireddi Padma)એ પણ મહિલાના જોરદાર વખાણ કર્યા.

આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના ગન્નાવરમ એરપોર્ટ પર કામ કરતી એક યુવતી નાઈટ ડ્યુટી કરીને ઘરે જઈ રહી હતી. આ દરમિયાન એક ઓટો ચાલકે તેની ઓટો રોકીને તેની છેડતી કરવાનું શરૂ કર્યું. પરંતુ યુવતીએ હાર ન માની. તેને લાકડી વડે માર માર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ઘટનાસ્થળે જઈ રહેલા રિપબ્લિકન પાર્ટી વર્કિંગ કમિટીના પ્રમુખ બોરુગડ્ડા અનિલ કુમારે આ જોયું અને પોલીસે તેને હેરાન કરનાર વ્યક્તિને પકડી લીધો. રાજ્યમાં દુષ્કર્મના વધતા જતા કેસોને જોતા આ વીડિયોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ખરેખર, દરેક મહિલાઓ, યુવતીઓએ આ પ્રકારની હિંમત દાખવવી જોઈએ. આ વિડીઓ દરેક સ્ત્રીઓ માટે પ્રેરણારૂપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *