47 વર્ષની ઉંમરે મહિલાએ આપ્યો દીકરીને જન્મ- 23 વર્ષીય દીકરી ને જયારે આ સમાચાર મળ્યા ત્યારે જે થયું…

સોશિયલ મીડિયા પર અવાર નવાર ફોટો અને વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે એક 23 વર્ષની છોકરી ની  સ્ટોરી હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થય રહી છે અને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ‘અમ્મા પ્રેગ્નન્ટ છે…’ તેના પિતાના એક ફોન કૉલથી 23 વર્ષની દીકરીનું જીવન બદલાઇ ગયું. 47 વર્ષની ઉંમરે માતાને ફરી એકવાર ગર્ભવતી જોવી તે દીકરી માટે એક મોટું આશ્ચર્ય હતું.

કોને અપેક્ષા હોય છે કે, 23 વર્ષની ઉંમરે માતાપિતા તેમને આવી વા તો કહે! હ્યુમન્સ ઓફ બોમ્બે (officialhumansofbombay) ઈન્સ્ટાગ્રામ પેજ પર આ પોસ્ટ શેર કરી છે. જ્યારે છોકરીને ખબર પડી કે અમ્મા પ્રેગ્નન્ટ છે, ત્યારે 8મો મહિનો હતો. મળેલી માહિતી અનુસાર ખુદ માતાને પણ સાતમા મહિનામાં પ્રેગ્નન્સીની ખબર પડી હતી.

આવી સ્થિતિમાં રીલ લાઈફમાં જે હંગામો થાય છે તે આપણે ફિલ્મ ‘બધાઈ હો’ (Badhaai ho) માં જોયું જ છે. આ દીકરી સિંગલ ચાઇલ્ડ હતી તેને હંમેશાથી કોઇ જોડીદાર જોઇતું હતું. આ છોકરી પોસ્ટમાં કહે છે કે, ‘બાળપણમાં હું અમ્માને કહેતી હતી કે મારે એક ભાઈ જોઈએ છે! પરંતુ અમ્મા કહે છે કે મારા જન્મ પછી તેના ગર્ભાશયમાં કોઈ સમસ્યા આવી ગઈ હતી તેના કારણે તે ફરીથી ગર્ભ ધારણ ન કરી શકી હતી. વધુમાં તેણે કહ્યું કે, હું બેંગ્લોર આવી ગઇ અને અમ્મા કેરળમાં રહેતા હતા. બધું જ બરાબર ચાલી રહ્યું હતું ત્યારે અચાનક એક દિવસ મને ફોન આવ્યો હતો.

ફોનમાં પિતાએ માતાની પ્રેગ્નન્સી વિષે કહ્યું અને અપ્પાએ કહ્યું કે તેણે આટલા દિવસો સુધી આ વાત એટલે છુપાવી હતી કે, તે સમજી શકતા નહોતા કે હું આ વાત સાંભળીને કેવી રીતે રીએક્ટ કરીશ. થોડા દિવસો પછી જ્યારે હું ઘરે ગઇ ત્યારે હું મારી માતાના ખોળામાં રડવા લાગી હતી. મેં કહ્યું કે આ વાતમાં મને શા માટે શરમ આવશે? હું લાંબા સમયથી આ ઈચ્છતી હતી.

મળેલી માહિતી અનુસાર પતી-પત્ની એક દિવસ મંદિર ગયા હતા અને ત્યારે પત્ની અચાનક બેહોશ થઈ ગઈ. ત્યાં બાદ તેને હોસ્પિટલમાં લઇજવા આવી હતી ત્યારે ડોક્ટરે કહ્યું કે તે ગર્ભવતી છે. કોઈક કારણોસર બેબીબમ્બ દેખાતો ન હતો. અને ત્યારે પત્ની પીરિયડ્સ બંધ થયા ત્યારે તેમને લાગ્યું કે આ મેનોપોઝ છે. ત્યારબાદ આ સમાચાર ધીરે ધીરે મિત્રો અને સંબંધીઓ સાથે શેર થવા લાગ્યા ત્યારે ઘણા લોકો આશ્ચર્ય વ્યક્ત કર્યું તો ઘણાએ ટોણા પણ માર્યા હતા. અમ્માએ એક અઠવાડિયા પહેલા જ પુત્રીને જન્મ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *