ગુજરાત(gujarat): રાજ્યમાં અવાર-નવાર રહસ્યમય રીતે અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના અમરોલી(Amaroli) વિસ્તારમાં મહિલાઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પરિણીતા પોતાના ઘરની બાલ્કનીમાં રોજના ક્રમ અનુસાર કપડાં સૂકવી રહી હતી.
કપડાં સુકવતી વખતે પાંચમાં માળેથી પટકાતા મહિલાનું મોત થયુ છે. જેમાં ગેલેરીમાં કપડાં સુકવતી વખતે ઘટના બની છે. તેમજ પરિણીતા નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. તથા સારવાર દરમિયાન પરિણીતાનું મોત થયુ છે. આ ઘટના બાદ પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો હતો. ફકત 26 વર્ષની ઉંમરે પરિણીતા સાથે દુઃખદ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, મહિલા ગેલેરીમાં કપડાં સુકવી રહી હતી તે દ્ર્મત્યાન પગ લપસ્યો અને નીચે પડી ગઈ હતી. પાંચમા માળેથી નીચે પટકાતા પરિણીતાને ગંભીર ઈજાઓ થઈ હતી. તેણીને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી હતી હોસ્પીટલમાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની કહેવામાં આવી રહ્યું છે.
મૃતક મહિલાના પતિ મયુરભાઈએ જણાવ્યા અનુસાર, મૂળ ગિર સોમનાથ જિલ્લાના બંધારડ ગામના વતની છે અને હાલ સુરતમાં અમરોલી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં શ્રીજી પૂજન રેસીડેન્સીમાં વસવાટ કરે છે. મયુરભાઈ ત્રિવેદી ફેબ્રિકેશનનો ધંધો કરી રહ્યા છે. અને પત્ની સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે.
પડોશમાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર, 26 વર્ષીય કૃપા ઉર્ફે કિંજલબેનનું મોત થયુ છે. જેઓ છાપરાભાઠા સ્વામિનારાયણ મંદિરની બાજુ શ્રીજી પૂજન રેસિડેન્સીમાં વસવાટ કરે છે. પરણિતાના મોતના સમાચારથી પરિવારમાં ગમમીગી ફેલાઇ છે. મયુર ત્રિવેદીની 26 વર્ષીય પત્ની કૃપા ઉર્ફે કિંજલ ગત તા. 18 ફેબ્રુઆરીએ પોતાના ઘરની ગેલેરીમાં કપડાં સુકાવી રહ્યા હતા ત્યારે કપડાં સૂકવવા જતા દોરી તૂટી જતા તેણી પાંચમા માળેથી નીચે પટકાઈ હતી.
પાંચમાં માળેથી નીચે પટકાતા શરીરને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે લઈ જવાઈ હતી. ચાલુ સારવાર દરમિયાન તેણીનું ગઈકાલે બપોરે મોત નીપજ્યું હતું ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.