દર્શનાર્થીઓ માટે ભગવાન જગન્નાથજીના મોસાળમાં ખુલ્લું મુકાયુ મામેરું, દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ

Jagannathji Mameru Opened: હાલ સમગ્ર જાગીયાએ ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે દરમિયાન આજે ભગવાન જગન્નાથજીના મોસાળમાં મામેરાને દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. ભગવાન જગન્નાથજીના મામેરાના દર્શન કરવા માટે દર્શનાર્થીઓની ખુબજ લાંબી કતારો લાગી છે.

જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળા માટે ભાવિકો વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોય હોય છે, જયારે ભગવાનના મોસાળમાં ખુબજ માહોલ છવાયો છે. ભગવાનના મામેરાનું ભજન-કીર્તન કરીને વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

દીકરીના કરિયાવરની જેમ જ મોસાળમાં ભગવાન જગન્નાથજીનું મોસાળુ કરવામાં આવે છે. તેમાં ભગવાનના ઘરેણા, વાઘા અને બહેન સુભદ્રાના સોળે શણગાર સહિતની તમામ વસ્તુઓ હોય છે.

ભક્તોએ મોસાળમાં જગન્નાથજીના મામેરાના દર્શન માટે રીતસર કતારો લગાવી હતી, મળતી માહિતી અનુસાર આ વર્ષની રથયાત્રામાં મામેરુ કરવાની તક ઘનશ્યામ પટેલને સાંપડી છે. અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા 10 વર્ષથી આ પરિવાર મામેરાના યજમાન બનવાની રાહ જોઈ રહ્યા હતા.

ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં મામેરાના ડ્રો દરમિયાન ઘનશ્યામ પટેલનું નામ નીકળતા ઘનશ્યામના પરિવારમાં ઉત્સાહ અને ઉમંગની હેલી જોવા મળી હતી. 10 વર્ષ બાદ આખરે ભગવાન જગન્નાથજીનું મામેરુ કરવાનુ તક મળતા પરિવારજનોના હરખનો કોઈ પાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *