Surat Accident News: સુરત શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. ડુમસ એરપોર્ટ રોડ પર ભારે મિક્ષર મશીન ટ્રકે મોપેડને અડફેટે લીધું હતું. જેમાં 22 વર્ષીય (Surat Accident News) યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે યુવતી ઘરેથી ઓફિસે જવા નીકળી હતી. આ ઘટના રોડ કિનારે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી.
ટ્રકચાલકે યુવતીને અડફેટે લીધી
મળતી માહિતી મુજબ, સુરતના ડુમસ આસપાસ સ્ટ્રીટ મોટી બજાર પાસે રહેતી 22 વર્ષીય યુક્તાબેન જયેશભાઇ ભગત વેસુ વીઆઈપી રોડ પર આવેલી કારના શો રૂમમાં નોકરી કરતી હતી. ગતરોજ સવારે રાબેતા મુજબ નોકરી પર જવા નીકળી હતી અને મોપેડ લઈને કુવાડા ત્રણ રસ્તા ડુમસ થી એરપોર્ટ જવાના રોડ પર પસાર થતી હતી.
ત્યારે મિક્ષર ટ્રકચાલકે યુવતીને અડફેટે લીધી હતી. જેમાં યુક્તાને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેણીને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાઈ હતી. જ્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. યુક્તાના મોતને લઈને તેનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
ઘટના સીસીટીવીમાં કેદ થઇ
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઇ શકાય છે કે યુવતી મોપેડ લઈને પસાર થઇ રહી હતી ત્યારે મીક્ષર ટ્રકચાલક તેણીને અડફેટે લે છે અને યુવતી ત્યાં જ ઢળી પડે છે. બીજી તરફ ત્યાં લોકો મદદ માટે દોડી આવે છે. આ મામલે ડુમસ પોલીસે મિક્ષર ટ્રક ચાલક સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાંડેસરામાં અકસ્માતમાં એકનું મોત
બીજી તરફ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કિરણ બિલ્ડિંગ ચાર રસ્તા પાસે બે ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર ઘાયલ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App