અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામે મકાનના ધાબાની છત પડતા થતાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ શખ્સો દબાઈ ગયા હતા ,જેમનો આબાદ બચાવ થયો હતો જે અંગે ટીડીઓ સહિત જિલ્લા પંચાયત સદસ્ય સહિતનાઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.
આ વિષે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમીધારથી લઈ જોરદાર વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે એવામાં ધોળકા તાલુકાના જલાલપુરા વજીફા ગામે પણ વરસાદ પડ્યો હતો. જેમાં ગામમાં આવેલ ઠાકોરવાસ (કાસીન્દ્રાવાસ)માં રહેતાં અરવિંદભાઈ ઠાકોરના ઘરના ધાબાની છત મોડીસાંજે અચાનક તુટી પડતાં કાટમાળ નીચે દબાઈ જવાથી લીલાબેન ઠાકોરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પરિવારના ત્રણ સભ્યોનો આબાદ બચાવ થયો હતો.
જ્યારે આ બનાવની જાણ થતાં જિલ્લા પંચાયત સદસ્ય મનીષભાઈ મકવાણા, તાલુકા વિકાસ અધિકારી બી.બી.સાધુ, સરપંચ, તલાટી, પોલીસ સહિતનાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને મૃતક મહીલાની લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમની તજવીજ હાથધરી હતી. જ્યારે તાલુકા વિકાસ અધિકારીએ પણ જરૂરી તપાસ કરી તેનો અહેવાલ જિલ્લા પંચાયતમાં મોકલવાનું જણાવ્યું હતું. જ્યારે મહિલાના મોતથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.