હાલ એક ખુબ જ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા(Vadodara) જિલ્લાના ડેસર ખાતે વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારનું ત્રીજું સંતાન વિચિત્ર (એલિયન જેવુ) જન્મ લેતા ચિંતાતુર બન્યા હતા. પરંતુ, બે કલાક બાદ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. પિતા જગદીશ પ્રસાદે જણાવ્યું હતું કે, ડોક્ટરે અમને કહ્યું હતું કે, જવલ્લેજ આવું બાળક જન્મ લેતું હોય છે. આ બાળક એલિયન(Alien) જેવુ દેખાતું હોવાને કારણે લોકોમાં કુતુહલ સર્જાયું હતું.
પરિવાર 6 વર્ષથી ડેસરમાં રહે છે:
મળતી માહિતી અનુસાર, જગદીશ પ્રસાદ રાઠોડ ઉર્ફે પીન્ટુના લગ્ન યુપીના ફિરોઝાબાદ ખાતે હેમલતાબેન સાથે થયા હતા. ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લા જાલોનના વતની જગદીશ પ્રસાદ અને તેમના પત્ની હેમલતાબેન અને બે સંતાનો ગગન અને તનુષ્કા સાથે વડોદરાના ડેસર ખાતે વસવાટ કરે છે. તેઓ પાણીપુરીનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા 6 વર્ષથી તેઓ ડેસરમાં વસવાટ કરે છે.
ડોક્ટરે કહ્યું: બાળકના મગજમાં ઉણપ દેખાય છે
તેમની પત્ની પ્રેગ્નેન્ટ હોવાથી તકલીફ થતાં તેઓ તેને સાવલી ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જઈને સોનોગ્રાફી કરાવી હતી. ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી ત્યારે ત્યાના ડોક્ટરે જણાવ્યું હતું કે, આવનાર બાળકના મગજમાં ઉણપ દેખાઈ રહી છે, તેવું જણાવતા ગરીબ પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો હતો અને તેમના માનસપટ પર વિચારોના વમળો સર્જાયા હતા. રૂપિયા ક્યાંથી લાવીશું? કેટલો ખર્ચો થશે?
એલિયન જેવા બાળકને જન્મ આપ્યો:
આ દરમિયાન નોર્મલ ડિલિવરીની રાહ જોયા બાદ 30 જુલાઈના રોજ હેમલતાબેનનું સીઝર કરાતા વિચિત્ર કહી શકાય તેવા મગજ વગરના એલિયન જેવા બાળકનો જન્મ થયો હતો. હોસ્પિટલમાંથી વાયુવેગે વાતો પ્રસરતા હોસ્પિટલ બહાર લોક ટોળા ઉમટયા હતા. જોકે જન્મ થયાના માત્ર 2 કલાકમાં બાળકનું મૃત્યું થયું હતું. એલિયન જેવા દેખાતા બાળકને લઈને લોકોમાં કુતુહલ સર્જાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.