વધતા જતા આપઘાતના કેસોમાં હાલમાં જ બાંદા(Banda) જિલ્લામાંથી એક મહિલાના આપઘાતનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ લગ્નના(Love marriage) થોડા દિવસો બાદ જ તકરાર અને બોલાચાલી શરુ થઈ ગઈ હતી. જેનાથી કંટાળીને પત્નીએ આપઘાત કર્યો હતો. પત્નીએ સાસરિયાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.
મળતી માહિતી અનુસાર કોતવાલીના બંગાળીપુરા વિસ્તારમાં ગુરુવારે રાત્રે અમિત ગુપ્તાની પત્ની રંજના (26) એ તેના સાસરિયાના ઘરમાં ટીનશેડ પર સાડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. માહિતી મળતાની સાથે જ શુક્રવારે સવારે પોલીસે દરવાજો તોડીને મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પતિ અમિતે જણાવ્યું કે, ગાયત્રીનગરમાં રહેતી રંજના સાથે ચાર વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી તેની મિત્રતા થઈ હતી. થોડા દિવસો પછી અમારા બંનેના લગ્ન બાંદાના મંદિરમાં જ થયા. પરંતુ રંજનાના પરિવારજનો આ વાત માટે સહમત ન થતા તેઓએ રંજના સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. આનાથી રંજના ઉદાસ થઈ ગઈ. આ ટેન્શનમાં તે નાની-નાની વાત પર ઝઘડો કરતી હતી.
અમિતના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે બંને વચ્ચે નજીવી તકરાર થઈ હતી. આ પછી રંજના તેના રૂમમાં ગઈ, પછી વાત ન વધે એટલે તે બીજા રૂમમાં જઈને સુઈ ગયો હતો. મધ્યરાત્રીના સમયે રંજનાએ ગળેફાંસો ખાઈ લીધો. જાણવા મળ્યું છે કે, અમિત જન સેવા કેન્દ્ર ચલાવે છે. લવ મેરેજથી રંજનાને પોતાની લાઈફ પાર્ટનર બનાવનાર પતિ અમિત ગુપ્તાએ જણાવ્યું કે જ્યારે વિવાદ વધ્યો ત્યારે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો અને છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો. તે દરમિયાન સુનાવણી બાદ કોર્ટે આદેશ આપ્યો હતો કે, બંને વધુ છ મહિના સાથે રહે. જો સમાધાન અને સમજૂતી થાય તો ઠીક નહીં તો પછી કોર્ટનો આશરો લેવો.
કોર્ટના આદેશ મુજબ પાંચ મહિના તો વીતી ગયા હતા. અમિતના મોટા ભાઈ અનુરાગે જણાવ્યું કે રંજનાના પ્રેમ લગ્ન કરવાના કારણે ગયા વર્ષે તેના પિતાના મૃત્યુ બાદ પણ તેને તેના પિયર બોલાવવામાં નહોતી આવી. આ રીતે અધિક ચિંતાને કારણે રંજનાએ પોતાના જીવનથી કંટાળીને આપઘાત કર્યો હતો. અધિક પોલીસ અધિક્ષક લક્ષ્મી નિવાસ મિશ્રાએ કહ્યું કે તહરિર મળ્યા બાદ તપાસ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.