33 વર્ષીય મહિલાને મળવા માટે તેનો પહેલો બોયફ્રેન્ડ મેક્સિકોના સિનાલોઆ સિટી પહોંચ્યો અને અચાનક જ તેના પર હુમલો કર્યો. આ વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડ પર છરી વડે હુમલો કરતો રહ્યો અને 30 વાર તેને છરી વડે ઘા માર્યા.
બસમાં મહિલા ઉપર હુમલો થયો ત્યારે ત્યાં વિશાળ ભીડ હતી. પરંતુ, કોઈએ મદદ કરી ન હતી. જ્યારે હુમલો થયો ત્યારે મહિલા સતત ચીસો પાડી રહી હતી અને લોકોને મદદ માટે વિનંતી કરી રહી હતી.
મહિલા પર 30 ચાકુ કર્યા છતાં મહિલા બચી ગઈ. ઠંડીને લીધે, મહિલાએ જાડા શિયાળાના જેકેટ પહેર્ય હતા. અને હુમલાને કારણે, મહિલાના કોઈ પણ મહત્વપૂર્ણ ભાગને વધારે નુકસાન થયું નથી. મહિલાના હાથ અને પગ ગંભીર રીતે કપાઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ધ સનના અહેવાલ મુજબ, આ ઘટના 15 ફેબ્રુઆરીની છે. પરંતુ સીસીટીવી ફૂટેજ હવે બહાર પાડવામાં આવ્યા છે.
મહિલા પર હુમલો કર્યા પછી તે વ્યક્તિ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી હતી. અહેવાલ મુજબ, જ્યારે આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે પોતાની જાતને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle