સુરતમાં વિચિત્ર અકસ્માત મહિલાએ કાર પરથી કાબુ ગુમાવ્યો, બાળકનો ચમત્કારીક રીતે બચાવ

સુરતમાં આજે એક એવી ઘટના બની છે તે જોઈને ભલભલા વ્યક્તિના રુવાડા ઉભા થઇ જાય. સુરતના ઉગત કેનાલ વિસ્તારમાં આવેલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આવાસમાં એક…

સુરતમાં આજે એક એવી ઘટના બની છે તે જોઈને ભલભલા વ્યક્તિના રુવાડા ઉભા થઇ જાય. સુરતના ઉગત કેનાલ વિસ્તારમાં આવેલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આવાસમાં એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી. ભેંસાણ રોડ પર વિરસાવરકર હાઈટ્સમાં ગાડીના ડ્રાઇવરે ગાડી પરનું નિયંત્રણ ગુમાવતા કાર થાંભાલા સાથે અથડાઈ કારના એન્જિનમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં આગ ભભૂકી ઉઠતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર એક મહિલા સહિત બે વ્યક્તિનો ચમત્કારી બચાવ થયો હતો. ત્યાં રસ્તામાંથી પસાર થતા બાળક અડફેટે આવતા-આવતા બચ્યો હતો જેને લઇને બાળક નો ચમત્કારી બચાવ થયો હતો. નજીકમાં પાર્ક કરેલી એક સ્કૂટી પણ આગની લપેટમાં આવી ગઈ હતી. બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી ગયેલી ફાયર બ્રિગેડે બન્ને વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.

જો કે, તે સમયે ગાડી નજીકમાં આવેલ ઇલેક્ટ્રિક પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને લઇને આ ગાડીમાં આગ લાગી જવા પામી હતી. ગાડી અથડાવાના અવાજથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. લોકો એ જોયું કે, ગાડીમાં આગ લાગી છે જેને લઇને ગાડીમાં સવાર લોકોને  સ્થાનિક લોકોએ  બહાર કાઢીને બહાર બેસાડી ગાડીમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ સમયે રાહદારીઓ રસ્તા પર હોત તો ગાડી અનેકને અડફેટે લઈ લેત અને જો સ્થાનિક લોકો ન આવ્યા હોત તો ગાડીમાં બેસેલ લોકો બળીને ભડથું થઈ જાત. જોકે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી

ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

ઉગત ભેંસાણ રોડ વીર સાવરકર હાઈટ્સમાં ગુરૂવારે સાંજે કાર ચાલકે કાબૂ ગુમાવી દેતા કાર અન્ય વાહનો સાથે અથડાયા બાદ થાંભલા સાથે ધડાકા ભેર અથડાઈ હતી અને એન્જિનના ભાગમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં આગ ભભૂકી ઉઠતા સ્થાનીકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કારમાં સવાર એક મહિલા સહિત બે વ્યક્તિને બહાર કાઢી લીધા હતા. દરમિયાન કારમાં ભભૂકી ઉઠેલી આગની લપેટમાં નજીકમાં પાર્ક કરેલુ સ્કૂટી પણ આવી ગયું હતું. બન્ને વાહનો ભડકે બળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. કારની અડફેટે આવતા એક યુવક પણ બચી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *