આજના વ્યસ્ત શેડ્યૂલમાં મોટાભાગના લોકો મેદસ્વિતાનાં શિકાર બની રહ્યા છે. જ્યારે કેટલાક ફાસ્ટ-ફૂડના શોખીન હોય છે જેથી તેમનું વજન વધે છે. કેટલાક બેદરકાર લોકો છે જેઓ તેમના સ્વાસ્થ્યની સહેજ પણ કાળજી લેતા નથી. જો આવા લોકોને હેલ્થી અને ફિટનેસ શીખવવી હોય તો તેમને સાચા મોટિવેશનની જરૂર હોય છે. એટલે આજે અમે તમારી સમક્ષ વજન ઘટાડવાની જાદુઈ વાર્તાઓમાં ફિલ્મ સેલિબ્રિટીઝના ન્યુટ્રિશન કન્સલ્ટન્ટની સ્ટોરી લઈને આવ્યા છીએ.
એક મહિલાનું વજન 136 કિલો થઈ ગયું હતું. પરંતુ તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે બદલો લેવાના ઈરાદાથી પોતાનું વજન 63 કિલો ઘટાડી દીધું છે. જોસી નામની મહિલાની સ્ટોરી સોશ્યલ મીડિયા પર હાલ ખુબ વાયરલ થઈ રહી છે. 29 વર્ષની જોસીએ જણાવ્યું કે, બોયફ્રેન્ડે તેનાથી બ્રેકએપ કરી લીધુ હતું.
ત્યારબાદ 2018માં તેણે પોતાનું વજન ઘટાડવાનું શરૂ કર્યું. તેણે લગભગ 3 વર્ષમાં 63 કિલો વનજ ઘટાડવામાં સફળતા મેળવી લીધી છે. એક રિપોર્ટ મુજબ 136 કિલોથી હવે જોશી 73 કિલોની થઈ ગઈ છે. અડધાથી વધારે વજન ઘટાડવાને કારણે જોસી કેટલાય લોકો માટે પ્રેરણાદાયી પણ બની ગઈ છે.
જોસીએ જણાવ્યું કે, પર્સનલ ટ્રેનરની મદદથી તેણે વજન ઘટાડવામાં સફળતા મેળવી છે. જોસીએ જણાવ્યું કે, 73 કિલો થયા બાદ તેણે પહેલીવાર બિકીની પહેરી છે. તેણે કહ્યું કે હું એક એવી છોકરી હતી જેને તેનો એક્સ બોયફ્રેન્ડ પસંદ કરતો ન હતો. પરંતુ હવે હું એવી છોકરી બની ગઈ છું જેને તે મેળવી નથી શકતો.
જોસીએ એમ પણ કહ્યું કે, વજનને લઈને તે આખી જીંદગી સંઘર્ષ કરતી આવી છે. તે હંમેશાથી ઓવરવેટ રહી છે. તેણે માન્યું કે, જ્યારે તે 136 કિલોની થઈ ગઈ હતી. તેને જે મન થતું તે ખાઈ લેતી હતી. પરંતુ ત્રણ વર્ષના રિલેશનશીપ બાદ જ્યારે બ્રેકઅપ થયું તો બધી વસ્તુ બદલાઈ ગઈ. આ કહાની અમેરિકાના કેલિફોર્નિયાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle