સુરત: સુરત શહેરના ભેસ્તાન ત્રણ રસ્તા નજીક એક વિચિત્ર પોલીસ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. વાહન ચેકિંગ દરમિયાન ફરજ બજાવી રહેલ બે મહિલા કોન્સ્ટેબલ સહીત અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં એક પોલીસ મહિલા કર્મચારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સાથે આ દુર્ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અડધી રાત્રે બનેલી આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને થતા તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ કર્મચારી રીક્ષા ચાલકના કાગળ ચેક કરતી હતી ત્યારે રીક્ષા સાથે ટ્રક ચાલકે રિક્ષાને અડફેટે લઈને ત્યાંથી નાચી છુટ્યો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટના અંગે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાંડેસરા પોલીસ ચોકીથી મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતને ભેટેલા ૩૭ વર્ષીય લીનાબેન બચુભાઇ ખરાડે સાંઈબાબા સોસાયટી પિયુષ પોઇન્ટ પાંડેસરા રહેતા હતા અને ૫ વર્ષથી પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. બુધવારના રોજ રાત્રી દરમિયાન નાઈટ ડ્યુટીમાં તેઓ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદ ભવાન વકાતર અને જયશ્રી ભોયા સાથે ભેસ્તાન ત્રણ રસ્તા ઉપર વાહન ચેકિંગની કામગીરીમાં હતા.
ત્યારે અડધી રાત્રે એક રીક્ષા ચાલકને ઉભો રાખીને તેમની રીક્ષા અંગેના કાગળ ચેક કરતા સમયે પાછળથી આવતા ડમ્પરે રીક્ષા સાથે ત્રણ પોલીસ કર્મીને અડફેટે લઈને નાચી છુટ્યો હતો. આ અકસ્માતમાં પોલીસકર્મી લીનાબેન ખરાડેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેમની સાથે રહેલા બંને પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
સાબરકાંઠા અરવલ્લીના રહેવાસી અને મૃતક પોલીસ કર્મીના પતિ જયેશ મોરીએ જણાવતા કહ્યું હતું કે, તેમના લગ્ન જીવનને ૧૩ વર્ષ થયા હતા. લીના બે બાળકોની માતા હતી. રાત્રી ફરજ હોવાનું કહીને તે ઘરેથી નીકળી હતી. પરંતુ તેમની સાથે આવી ઘટના ઘટશે તે મેં વિચાર્યું પણ નહોતું. હાલમાં આ ઘટના અંગે પોલીસે પોતાની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.