તાજેતરમાં ભાભરના ખેડૂત સાથે ગોધરાની મહિલા દ્વારા સંબંધો કેળવી રૂપિયા 34 લાખ પડાવવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, આ મામલે મહિલા દ્વારા ભાભર માર્કેટયાર્ડના પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખના પતિ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા કરવાની ચીમકી ઉચારી છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખેડૂત સાથે ગોધરાની મહિલાએ સંબંધો કેળવી 31.34 લાખ રૂપિયા પડાવતા ફરિયાદ નોંધાવી હતી. જેમાં ક્રિષ્નાબેન માંડવીયા નામની મહિલાએ ખેડૂતને ભોળવીને 4 માહીનામાં 31.34 લાખ અને સોનાની ચેન તેમજ જરૂરી સમાન પડાવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, મહિલા દ્વારા ખેડૂતને તેનો ફ્લેટ અને દુકાન નામે કરાવવાની વાત કરતાં ખેડૂતે ના પાડી હતી જેથી મહિલાએ બળાત્કારનો કેસ કરવાની ધમકી આપવામાં આવી હતી. મહિલાની ધમકી બાદ ખેડૂતે ભાભર પોલીસ મથકે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ દરમિયાન ભાભરના ખેડુતના ગોધરાની મહિલાએ 34 લાખ રૂપિયા પડાવ્યા હોવાનાં મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં ગોધરાની ક્રિષ્નાબેન માંડવીયા દ્વારા ભાભર માર્કેટયાર્ડના પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખના પતિ લાલજી પટેલ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પોતાના પતિ સાથે ડિવોર્સ લઈ લાલજી પટેલ સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હોવાનો મહિલાએ દાવો કર્યો છે.
આ ઉપરાંત મહિલાએ જણાવ્યું કે, લાલજી પટેલે મને APMC બોલાવી ત્યારબાદ પોલીસને બોલાવી ખોટો કેસ કરી મને જેલમાં મોકલી હતી. આજે મને જામીન મળતાં હું બહાર આવી છું. ન્યાય નહિ મળે તો પોલીસ મથક આગળ ધરણા કરવાની મહિલાએ ચીમકી ઉચ્ચારી છે. લાલજી પટેલ સાથેના ફોટા મહિલાએ વાયરલ કર્યા છે. ત્યારે સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.