એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ભગવાન ભરોસે: વોર્ડમાં કુતરા અને દર્દીઓ બહાર- ગઈકાલે રાત્રે તો હોસ્પિટલમાં જે થયું…

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ હોવાંથી એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સમગ્ર દેશમાંથી દર્દીઓ સારવાર કરાવવા માટે આવતાં હોય છે. અહીં તેમની સારવાર થશે તેમજ…

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ હોવાંથી એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સમગ્ર દેશમાંથી દર્દીઓ સારવાર કરાવવા માટે આવતાં હોય છે. અહીં તેમની સારવાર થશે તેમજ તેઓ જલદીથી ઘરે ચાલ્યા જશે એવી આશા સાથે આવેતા હોય છે.

જયારે આ હોસ્પિટલમાં રાતે પરિસ્થિતિ કંઈક જુદી જ હોય છે. મંગળવારની રાત્રે સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરથી અન્ય વોર્ડ સુધી અંધેર તંત્ર નજરે ચડ્યું હતું. અહીં દર્દીઓ સ્ટ્રેચર પર તો છે પરંતુ એને કોઈ સર્વન્ટ નહીં પણ દર્દીનાં સ્વજનો ધક્કો મારે છે. કોઈ સિક્યોરિટી ગાર્ડ એ માસ્ક પહેર્યું હોય એવું ભાગ્યે જ જોવા મળે છે.

અસારવા સિવિલની શું છે પરિસ્થિતિ?
હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનો નવો દૌર ચાલી રહ્યો છે ત્યારે કોરોનાના નિયમોની ગાઈડલાઈન્સ તમામ લોકોને પાલન કરવી પડતી હોય છે. રાત્રે 9 વાગે સમગ્ર શહેરમાં કર્ફ્યૂ લાગી જાય છે ત્યારે પણ હોસ્પિટલમાં દર્દીઓની અવરજવર સતત ચાલુ રહેતી હોય છે. અસારવા વિસ્તારની સિવિલ હોસ્પિટલમાં રાતે શું પરિસ્થિતિ હતી એ જાણવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

દર્દીના સ્ટ્રેચર ખસેડવામાં કોઈ મદદ નથી કરતું:
રાતે 9.45 વાગે હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરમાં જતાં ખુબ ભીડ જોવા મળી હતી. નાઈટનો સ્ટાફ કામ કરી રહ્યો હતો. આવા સમયે એક સ્ટેચરને એક મહિલા તેમજ એક પુરુષ ધક્કો મારી રહ્યાં હતાં. આ કોઈ સ્ટાફ અથવા તો સર્વન્ટ ન હતા પરંતુ દર્દીનાં સ્વજન જ હતાં.

તેમણે જણાવ્યું હતું કે, અહીં અમને સ્ટ્રેચર પર દર્દીને સુવડાવીને જવા માટે જણાવ્યું હતું, અમને કોઈ સ્ટ્રેચર ખસેડવા માટે મદદ કરતું નથી. આટલું જ નહીં પણ આ સ્ટ્રેચર પર એક માસૂમ બાળક હતું. આ સ્ટ્રેચરને ખસેડવા માટે ખૂબ મોટો કોન્ટ્રેક્ટ આઉટસોર્સિંગથી આપવામાં આવ્યો છે પરંતુ તેઓ ક્યાંય પણ દેખાતા નથી. આની સાથે જ દર્દી અને તેમનાં સ્વજન ભગવાન ભરોસે જ હતાં.

હોસ્પિટલમાં વધ્યો કૂતરાઓનો ત્રાસ:
હોસ્પિટલમાં આગળ જતાં ખુબ મોટી સંખ્યામાં દર્દીનાં સગાં રસ્તા પર બેઠાં હતાં, જેમાંથી કેટલાક દર્દી હોસ્પિટલમાં દાખલ હોવાને બદલે નીચે સૂતા હતા. આવાં અનેક દૃશ્યો ત્યાં જોવા મળ્યાં હતાં. બીજી બાજુ રાત્રે હોસ્પિટલમાં રખડતા કૂતરાનો ત્રાસ જોવા મળ્યો હતો. જેને લીધે દર્દીનાં સગાં પણ ખુબ ચિંતિત હતાં. રાત્રે સિક્યોરિટી ગાર્ડ કૂતરા ભસતા જોવા મળ્યા હતા. રખડતા કૂતરા આવે એ અત્યંત દુઃખદ બાબત છે.

માસ્ક સિક્યોરિટી ગાર્ડના મોં કરતાં વધુ હાથમાં:
આ હોસ્પિટલમાં આગળ જતાં કેટલાક સિક્યોરિટી ગાર્ડ એવા જોવા મળ્યા હતાં કે, જેમના હાથમાં માસ્ક હતું પરંતુ તેમણે પહેરવાની તસદી પણ લીધી ન હતી. આવાં પ્રકારે કઈ રીતે કોરોના પર કાબૂ મેળવશે એ એક પ્રશ્નાર્થ છે. આ જ સમયે હોસ્પિટલમાં અન્ય એવા લોકો જોવા મળ્યા હતાં, જેઓ પોતાનાં સ્વજનના સ્ટ્રેચરને જાતે ધક્કા મારવા માટે મજબૂર હતા. કારણ કે, આઉટસોર્સિંગનો સ્ટાફ ક્યાંય દેખાતો ન હતો.

કોન્ટ્રેક્ટ છે એમ છતાં સ્વજનોએ સ્ટ્રેચરને ધક્કા માર્યા :
આવાં સમયે ત્યાંથી એક સ્ટ્રેચર પર 10.30 વાગે ડેડબોડી સ્ટ્રેચર પર લઈ જવામાં આવી રહી હતી, જેને મૃતકનાં સ્વજનો જ ધક્કો મારી રહ્યાં હતાં. આ બધાની સાથે હોસ્પિટલમાં વોર્ડની બહાર તેમજ પાર્કિગમાં જે સિક્યોરિટી ગાર્ડ હાજર હતા તેઓ એકદમ નિષ્ક્રિય જોવા મળ્યા હતા.

તેઓ જાણે અહીં આવતા લોકો દર્દીઓ ભગવાન ભરોસે હોય. હાલમાં સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સનો કોન્ટ્રેક્ટ રાજદીપ નામની કંપનીને આપવામાં આવ્યો છે, જેનું કામ દર્દીનાં સ્વજનોને બદલે સ્ટ્રેચર લઈ જવાનું તથા અન્ય વ્યવસ્થાનું છે. જ્યારે સિક્યોરિટીમાં પણ મળતિયાને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે.

રાતે સિવિલ હોસ્પિટલમાં શું થયું?
9.30 વાગ્યે ટ્રોમાં સેન્ટરની બહાર સિક્યોરિટી ગપાટા મારી રહ્યાં હતા. 9.45 વાગ્યે ટ્રોમાં સેન્ટરમાં ખુબ ભીડ જોવા મળી હતી. આની સાથે જ ક્યાંય કોવિડ ગાઈડલાઈન્સ પાલન ન જોવા મળ્યું હતું. 9.50 વાગ્યે હોસ્પિટલમાં સ્ટ્રેચર પર દર્દીને લઈ જવામાં આવતો હતો પરંતુ કોઈ સર્વન્ટ ન હતો. 10.30 વાગ્યે જનરલ લિફ્ટમાં ભીડ, કોઈ સોશિયલ ડિસ્ટન્સ નહિ. 10.40 વાગ્યે ત્રીજા માળે લોબીમાં કૂતરા ફરી રહ્યાં હતા તેમજ સિક્યોરિટી ભગાડી રહ્યો હતો. 10.55 વાગ્યે ગ્રાઉન્ડ ફ્લોર પર મૃતકને સ્ટ્રેચર પર સ્વજનો લઈ જઈ રહ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *