દક્ષિણ આફ્રિકાથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગયા મહિને, એક જ સગર્ભાવસ્થામાં સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ મોરોક્કોના માલીની હલીમા સીસી નામની મહિલા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેણે 9 બાળકોને જન્મ આપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું. પરંતુ હવે તેનો રેકોર્ડ ફક્ત એક મહિનામાં જ તૂટી ગયો છે.
મળતી માહિતી અનુસારએવું કહેવામાં આવી રહ્યું છે કે, 7 જૂને ગોસિઆમી ધમારા સીટહોલ નામની 37 વર્ષીય મહિલાને 10 બાળકોને જન્મ આપવા ઓપરેશન કરાવવું પડ્યું હતું. મહિલાએ સાત છોકરાઓ અને ત્રણ છોકરીઓને જન્મ આપ્યો છે. ગર્ભાવસ્થા તપાસ દરમિયાન, ડોકટરે તેને 6 બાળકોની અપેક્ષા કરવાનું કહ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સીટહોલના પતિને આઠ બાળકોના જન્મની અપેક્ષા હતી. પરંતુ તપાસ દરમિયાન બે બાળકો મળી શક્યા ન હતા. તેણે કહ્યું કે તે કદાચ બીજી નળીમાં અટવાઇ ગયો હતો. દંપતી તેમના 10 બાળકોના જન્મ આપીને ખૂબ જ ખુશ છે. પરિવારમાં ખુશીનો માહોલ છે.
ગોસિઆમી ધમારા સીટહોલ માટે એક સાથે 10 બાળકોને જન્મ આપવું સરળ ન હતું. ઓપરેશન દરમિયાન ડોકટરોએ ખૂબ કાળજીપૂર્વક કામ કર્યું અને તમામ બાળકોને બચાવવામાં સફળ રહ્યા. સીટહોલે સ્થાનિક મીડિયાને જણાવતા કહ્યું, ‘તે પોતાની ગર્ભાવસ્થા અંગે ખુબ જ હેરાન હતી.’
સીટહોલે કહ્યું છે કે, તે ખૂબ બીમાર પડી ગઈ હતી. આ સમય તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો. હાલમાં પણ ખૂબ મુશ્કેલ છે. પણ હવે તેમને તેની ટેવ પડી ગઈ છે. સીટહોલે કહ્યું કે હવે તેને પીડા થતી નથી પરંતુ તે હજી મુશ્કેલ છે. હું ફક્ત ભગવાનને જ પ્રાર્થના કરતી હતી કે મારા બધા બાળકો યોગ્ય રીતે જન્મે અને દરેક બાળક સ્વસ્થ રહે.
હાલમાં સીટહોલના તમામ બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેઓ આવતા કેટલાક મહિનાઓ માટે ઇનક્યુબેટર્સમાં રહેશે. સીટહોલ અને તેના પતિ અત્યંત ખુશ અને ભાવનાશીલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.