દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર એક મહિલા દ્વારા પાકિસ્તાન ઝિન્દાબાદના નારા લગાડવામાં આવ્યા હતા. તેમજ સેનાના જવાનોને પરેશાન કર્યા હતા અને જવાનો ઉપર’ ચપ્પલ ફેક્યું હતું. 100 નંબર ઉપર ફોન કરીને પોલીસ બોલાવવામાં આવતા કાર્યવાહી થઈ હતી અને સુલ્તાના ખાન નામની મહિલાની અટકાયત કરવામાં આવી હતી.
આ મહિલાએ ભારતીય જવાનોને નારી સન્માન કરતા જોઈને વધુ છાકટી બનીને શુશોભન ના છોડના કુંડ પણ તોડ્યા હતા. ભારતીય પુરુષ જવાન કે પોલીસ મહિલાઓને સ્પર્શ કરી શકતા નથી આ ફાયદો પાકિસ્તાની મહિલાએ ઉઠાવ્યો હતો.
રવિવાર સવારે જ્યારે ઇન્ડિયા ગેટની આસપાસ સન્નાટાનો માહોલ હતો ત્યારે આ મહિલા ત્યાં થેલો લઇને પહોંચી ગઇ હતી. જેવા તેમણે ચંપલ ફેંકયા કે તરત જ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા આમ પણ હાજર જવાનોએ તેને ઘેરી લીધી હતી. ત્યારબાદ મહિલા આમતેમ જઇને જવાનોને ફેરવતી રહી. જો કે ત્યારબાદ ત્યાં હાજર બીજી એક મહિલાની મદદથી તેને પકડી દિલ્હી પોલીસના હવાલે કરાઇ.