તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરતના આ 14 વર્ષના વિદ્યાર્થીએ કર્યું આ અદ્ભુત કામ, જાણો વિગતે

સુરતના 14 વર્ષના વિદ્યાર્થીની અનોખી સિદ્ધી મેળવી છે. શિવ કંપાણી નામના વિદ્યાર્થીએ આગ લાગે તો અલર્ટ કરતું ડિવાઇસ બનાવ્યું છે. આ આગ અલર્ટ ડિવાઇસ આગ…

સુરતના 14 વર્ષના વિદ્યાર્થીની અનોખી સિદ્ધી મેળવી છે. શિવ કંપાણી નામના વિદ્યાર્થીએ આગ લાગે તો અલર્ટ કરતું ડિવાઇસ બનાવ્યું છે. આ આગ અલર્ટ ડિવાઇસ આગ લાગે એટલે મોબાઇલ પર અલર્ટ મેસેજ મોકલશે. રોબો ટેકનોલોજી ડિવાઇસથી આગના સમયે અલર્ટ મેસેજ મળશે.

જોકે આગ લાગે ત્યારે આ ડિવાઇસ મોબાઇલમાં મેસેજની સાથે રિંગ પણ મોકલશે. જે ઓફિસમાં મોબાઇલ અલાઉડ ન હોય ત્યાં આ ડિવાઇસનો ઉપયોગ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ ડિવાઇસ આગની સાથે ગેસની માત્રા વધતા પણ અલર્ટ કરે છે.

કેવી રીતે કરે છે કાર્ય?

આગ લાગતા પહેલા જ અલર્ટ કરી દે છે. શોર્ટ સર્કિટ થાય કે ગેસનું પ્રમાણ વધુ હોય તો 30 સેકેન્ડ સુધી વાગે છે. મોબાઇલ પર ઇમેઇલ મોકલે છે, મેસેજ કરે છે અને કોલ પણ કરે છે. ગેસની માત્રા જો વધુ થાય ત્યારે આ ડિવાઇસ અલર્ટ કરે છે. આ ડિવાઇસ ગેસની માત્રા અનુસાર કાર્ય કરે છે.

મહત્વનું છે કે, શિવ કંપાણીએ સુરતની તક્ષશિલા આગ બાદ આગ અલર્ટ ડિવાઇસ બનાવ્યું છે. સુરતમાં તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગમાં 20થી વધુના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *