દિવસે ને દિવસે ગુનાખોરીમાં વધારો થઇ રહ્યો છે. કોઈવાર તો એવા કિસ્સાઓ સામે આવે છે કે, સાંભળીને આપણું હ્રદય કંપી જાય છે. આજે આપણે એક એવાજ ગુના વિષે ચર્ચા કરીશું. આ સમગ્ર ઘટના રાજકોટ શહેરમાં સર્જાઈ છે. રાજકોટ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં બાઇકમાં આવેલા શખસે અગાઉ કોર્ટમાં કરેલી દુષ્કર્મની ફરિયાદ પાછી લેવાનું મહિલા અને તેના પતિને ધમકી આપીને કહ્યું. જાહેરમાં ખુલ્લી છરી અને આતંક મચાવી હુમલો કર્યો હતો, આ ઘટનામાં મહિલાને ઇજા પણ થઇ, ત્યાર બાદ ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી. આ સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થય.
રાજકોટ શહેરમાં આવેલા નાનામવા રોડ પર જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતી 37 વર્ષની મહિલા પર અજિતસિંહ ચાવડા સહિત 3 શખસે છરી વડે હુમલો કર્યો. ત્યારબાદ મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી. ત્યારબાદ પોલીસને ફરિયાદ નોધાવામાં આવી. ત્યાર બાદ પોલીસે મહિલા જોડે પૂછપરછ કરી, પૂછપરછમાં યુવતીએ જણાવ્યું હતું કે, મહિના પહેલાં આરોપી અજિતસિંહ ચાવડા સામે તાલુકા પોલીસમાં મથકમાં પોતાના પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરી હતી. અને ત્યાર બાદ તાલુકા પોલીસે અનેક વખત ધક્કા ખવડાવ્યા, ફરિયાદ લેતાં ન હતા અંતે મહિલાએ કોર્ટમાં અજિતસિંહ ચાવડા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.
કોર્ટેમાં ફરિયાદ નોંધાવી ત્યાર બાદ કોર્ટે આ દુષ્કર્મની ફરિયાદમાં પોલીસ-તપાસનો હુકમ આપ્યો. ત્યાર બાદ તેના પતિને પોલીસ સ્ટેશને નિવેદન આપી જવાનું કહ્યું. બીજી બાજુ આરોપીને જાણ કરી કે તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેથી આરોપી અજિતસિંહ ચાવડા અને અન્ય બે શખસ ગઇકાલે રાત્રે મહિલાના ઘરે પહોંચ્યા. અને તેના પતિને ધમકી આપીને ફરિયાદ પાછી લેવાનું કહ્યું.
આ મહિલાનો પતી રીક્ષા ચલાવે છે, તેને ધમકી અપાઈ અને કહ્યું જો તમે ફરિયાદ પાછી લેશો તો એના બદલામાં પૈસાની પણ લાલચ આપી. પરતું તેના પતિએ ફરિયાદ પાછી ખેંચી લેવાની ના પાડી. આ સમગ્ર ઘટના ઘર પાસે આવેલા ચોક પર થઇ રહી હતી, મહિલાને ઘટનાની ભનક લગતા ઘરની બહાર આવી અને મહિલા આ ડખામાં વચ્ચે પડી. મહિલાને જોઇને આરોપી અજિતસિંહ વધુ ઉશ્કેરાયો અને જાહેરમાં મહિલાને લાફા માર્યા અને ત્યાર બાદ નેફામાંથી છરી કાઢી મહિલાને બે ઘા માર્યા. ત્યાર બાદ હુમલાખોરો ત્યાંથી નાસી ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.