હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકોને ફરજીયાત માસ્ક પહેરવાનું કહેવામાં આવે છે. જેને લઈને પોલીસ દ્વારા માસ્ક ન પહેરતા લોકોને ઉભા રાખીને દંડ વાસુલમાં આવે છે. તે દરમ્યાન લોકો નવા-નવા બહાના કાઢતા જોવા મળતા હોય છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના ગુજરાતના વડોદરા શહેરમાંથી સામે આવી છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં માસ્ક ચેકિંગની કામગીરી દરમિયાન માસ્કના દંડની ભરપાઇ બાબતે મહિલા કાર ચાલક અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. આ દરમિયાન મહિલા કારચાલકે PSIને સસ્પેન્ડ કરવાની ધમકી આપતા ગોત્રી પોલીસે મહિલાની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માસ્ક પહેલું ન હોવાથી મહિલાને રોકી હતી
સમગ્ર ગુજરાત શહેરમાં માસ્કની કામગીરી દરમિયાન પોલીસ અને જનતા વચ્ચે માથાકૂટ થવાના બનાવો વધી રહ્યા છે. આ દરમિયાન વડોદરાના ઘડિયાળી સર્કલ પાસે વધુ એક પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. ગોત્રી પોલીસ મથકના કોન્સ્ટેબલો સર્કલ પાસે ઉભા રહી ને માસ્ક ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન નિલાંબર સર્કલ તરફથી એક મહિલા કાર ઘસી આવી હતી, જે કારને હોમગાર્ડ જવાનોએ ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, મહિલાએ કાર ઉભી રાખી ન હતી, ત્યાર બાદ થોડા અંતરે આવેલા અન્ય હોમગાર્ડ જવાનોએ કારને રોકી હતી.
મહિલાએ PSIને કહ્યું: તમે બધા પોલીસવાળા લૂંટ ચલાવો છો
કાર ચાલક મહિલાને PSI કે.એચ. જનકાત સમક્ષ લઇ ગયા હતા, તે સમયે કારચાલક મહિલાએ પોતાનું નામ ઐશ્વર્યા મૂર્તિ હોવાનું જણાવ્યું હતું પોલીસે માસ્ક કેમ નથી પહેર્યું અને તે બાબતે દંડ ભરવાનું કહેતા ઐશ્વર્યા મૂર્તિએ પ્રતિકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, તમે બધા પોલીસવાળા લૂંટ ચલાવો છો. આ સમયે કારમાં સવાર તેમની બહેને પોલીસ કામગીરીનું વિડીયો શુટીંગ કરીને મોટેથી બૂમો પાડી હતી કે, પોલીસ મારી પાસેથી 500 રૂપિયા માંગે છે અને મારો મોબાઇલ ફોન લઈ લીધો છે અને હેલ્પ હેલ્પની બુમો પાડતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.
હું તને સસ્પેન્ડ કરાવી દઈશ: મહિલા
મહિલાએ PSI કે.એચ. જનકાતને ધમકી આપી જણાવ્યું હતું કે, હું તને સસ્પેન્ડ કરાવી દઈશ હું કાયદેસર ટેક્સ ભરું છું, તેમાંથી તમારો પગાર થાય છે, તારી શું ઔકાત છે તને કોઈ હક નથી કે, તું મને આ રીતે રોકી શકે. આ બનાવના પગલે ગોત્રી પોલીસે કાર ચાલક એશ્વર્યા મૂર્તિ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle