સુરત(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી અવાર-નવાર એવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં માં-બાપ પોતાના જ નવજાત બાળકોને રસ્તા પર રઝળતા મુકીને જતા રહે છે. આ દરમિયાન, સુરત શહેરના વરાછા પુણા બોમ્બે માર્કેટ રોડ પર કુબેરનગરના પોપડા નજીક ગઈકાલે કોઇ મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે તાજા જન્મેલા મૃત બાળકને ગટરના પાણીમાં ફેંકી દીધું હતું.
આ દરમિયાન, ત્યાંથી પસાર થતા સ્થાનિક યુવાનની નજર જતા તેમણે આ અંગે વરાછા પોલીસને જાણ કરી હતી. વરાછા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી છેવટે આ સમગ્ર કેસમાં જમીન દલાલની ફરિયાદ લઇ અજાણી મહિલા સામે નવજાત બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, હાલ આ મહિલા કોણ છે તે હજી સુધી જાણી શકાયું નથી.
જાણવા મળ્યું છે કે, સુરતમાં એક મહિલાએ પોતાનું પાપ છુપાવવા એવું કૃત્યુ આચર્યું જેને લઈને ચકચાર મચી જવા પામી છે. મહિલાએ પોતાનું પાપ છુપાવવા મૃત બાળકને ગટરના પાણીમાં ફેકી દીધું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, પુણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા 41 વર્ષીય ધીરૂભાઇ ભોળાભાઇ જીજાળા જમીન દલાલીનો વ્યવસાય સાથે સંકળાયેલા છે.
બુધવારે તેઓ બપોરે 3:40 વાગ્યાના અરસામાં વરાછામાં કુબેરનગરના પોપડા પાસેથી ચાલતા ચાલતા પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન, તેમણે જાયું કે કેટલાક કુતરાઓ કુબેરનગરના પોપડાની પાસે આવેલ ગટરના નાળામાંથી મૃત બાળકના મૃતદેહને રસ્તા પર ખેંચી લાવી ખાઈ રહ્યા હતા. આ કૃત્ય જોઈ તેમણે તાત્કાલિક કૂતરાઓને ભગાડી વરાછા પોલીસને જાણ કરી હતી. વરાછા માતાવાડી પોલીસ ચોકીના પીએસઆઇ પી.બી.જાડેજા તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
એફએસએલ ટીમને જાણ કરવાની સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોઇ અજાણી મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે કુબેરનગરના પોપડા નજીક આવેલ ગટરના નાળા પાસે કોઇ થેલીમાં નવજાત જન્મેલા મૃત બાળકને ફેકી દીધું હતું. જોકે, હાલ તો સમગ્ર મામલે વરાછા પોલીસ દ્વારા અજાણી મહિલા સામે નવજાત બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.