ટૂંકા અંગૂઠાવાળી સ્ત્રી
ટૂંકા અંગૂઠાવાળી સ્ત્રી પ્રેમને ખાતર પરણે છે. તેનો સ્વામી તેનું ભરણપોષણ કરી શકશે નહીં તેનો વિચાર કરવા રહેતી નથી. તે દુઃખ અને દારિદ્રને સહન કરીને પ્રેમને ખાતર એક દારૂડિયા જેવા આદમીને પણ પરણે છે. તે દારૂડિયાને પ્રેમને ખાતર સુધારી શકશે એમ ધારીને તેની સાથે જીવનસંબંધ બાંધે છે. આવી સ્ત્રી હૃદય અને લાગણીને વશ થઈ જાય છે.
મોટા અંગૂઠાવાળી સ્ત્રી
મોટા અંગૂઠાવાળી સ્ત્રી પોતાનું ભરણપોષણ સારી રીતે કરી શકે એવા કોઈ ધનિક કે વિદ્વાન સાથે લગ્ન કરે છે. પ્રેમની બાબતમાં તે જરાપણ પાછી પડતી નથી. દુર્ભાગ્યે જો મુસીબત આવી પડે તો તે મુસીબત દૂર કરવાનો પોતાનાથી બનતો સઘળો પ્રયાસ કરે છે અને મુસીબતને પણ માત કર્યા સિવાય રહેતી નથી. આવી સ્ત્રી મજબૂત મનોબળ વડે જ દુનિયાનાં દુઃખોની અવગણના કરી પોતાની અને પોતાના સ્વામીની પ્રતિષ્ઠા જાળવી રાખે છે.
અંગૂઠાનો પહેલો વેઢો
પહેલા વેઢા ઉપર ત્રણ સીધી રેખા- સુખ, શાંતિ અને આબાદી લાવે છે, ઈચ્છાશક્તિ, નિૃયશક્તિ અને મન બરાબર કામ કરે છે.
અંગૂઠાના પહેલા વેઢા ઉપર જો આડી રેખાઓ હોય તો ઈચ્છાશક્તિ, નિૃયશક્તિ અને મન બરાબર કામ કરી શકતાં નથી, તેથી ઘણી વખત આડે રસ્તે ઊતરી જાય છે.
અંગૂઠાનો બીજો વેઢો
અંગૂઠાના બીજા વેઢા ઉપર જો સીધી રેખાઓ હોય તો તર્કશક્તિ અને ન્યાયશક્તિ બરાબર કામ કરે છે. અંગૂઠાના બીજા વેઢા ઉપર જો આડી રેખાઓ હોય તો તર્કશક્તિ અને ન્યાયશક્તિ બરાબર કામ કરતી નથી અને તેથી આડે માર્ગે ઊતરી પડે છે.
અંગૂઠાના બીજા વેઢા ઉપર આડી રેખાઓ
તર્કશક્તિ અને ન્યાયશક્તિ,આડે માર્ગે ઊતરી જવાય. આ બે ગુણ સૂચવે છે.
અંગૂઠાના નખની નીચે જો ત્રણ સમાંતર કાપા હોય તો તેવા પુરુષો બાપકર્મી થાય છે. તેમનું જીવન ભોગવિલાસમાં જ સમાપ્ત થાય છે. તેઓ ખોટો દંભ રાખે છે. દંભ ફૂટી જતાં તેમની સ્થિતિ દયાપાત્ર થાય છે.
અંગૂઠાના નખની નીચે ત્રણ સમાંતર કાપા
બાપકર્મી,ભોગવિલાસ,ખોટો દંભ .આ ત્રણ ગુણ સૂચવે છે.
અંગૂઠાના નખની નીચે જો ત્રણ સમાંતર કાપા હોય તો એવાં સ્ત્રી-પુરુષોને ધન અને સૌંદર્ય વારસામાં મળ્યું હોય છે. આવાં સ્ત્રી-પુરુષો કોમળ પ્રકૃતિનાં, માનવતાથી ભારોભાર ભરેલાં અને વિલાસનું સેવન કરનારાં હોય છે. તેઓ રંગભૂમિ ઉપર અથવા તો ચિત્રપટમાં કામ કરવાથી ભાગ્યશાળી થાય છે. તેઓ ર્કીિતને ખાતર ધન ઉઠાવ્યે જ જાય છે. તેઓ રંગભૂમિ કે ચિત્રપટની સાથે જ લગ્ન કરે છે, કારણ કે રંગભૂમિ કે ચિત્રપટ તેમનાં તન, મન અને ધન થાય છે.
અંગૂઠાના નખની નીચે બે સમાંતર કાપા
રસામાં ધન અને સૌંદર્ય
કોમળ પ્રકૃતિ, માનવતા,વિલાસ,અભિનય સાથે ઐક્યના ગુણ સૂચવે.
અંગૂઠાના નખની નીચે જો બે જ કાપા હોય તો તે પુરુષ થોડો આપકર્મી થાય છે. બુદ્ધિમાન હોય છે છતાં વિદ્વાન થવાના કોડ હોય છે છતાં કોમળ પ્રકૃતિને લીધે તેનાં ઘણાંખરાં કાર્યો અધૂરાં જ રહે.
અંગૂઠાના નખની નીચે એક જ કાપો
આપકર્મી,બુદ્ધિમાન,વિદ્વાન,વિશ્વાસુ,વફાદાર હોય.
જેમનો નખપ્રદેશ અસ્પષ્ટ અને લંબગોળ હોય તે અહંકારી અને તીવ્ર પ્રકૃતિવાળા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.