પ્રયાગરાજ(Prayagraj): અખિલ ભારતીય અખાડા પરિષદ(Akhil Bharatiya Akhara Parishad)ના પ્રમુખ અને નિરંજની અખાડાના સચિવ મહંત નરેન્દ્ર ગિરી(Mahant Narendra Giri)ની કથિત આત્મહત્યાનો મામલો ઉકેલાતો નથી. મહંતે પોતાની 7 પાનાની સ્યુસાઇડ નોટ(Suicide note)માં એક તરફ તેના પ્રિય શિષ્ય આનંદ ગિરીને આ માટે જવાબદાર ગણાવ્યા છે, તો બીજી તરફ આ જ નોંધમાં એક અજાણી મહિલાનો પણ ઉલ્લેખ છે, જેનો વીડિયો વાયરલ કરવા માટે કાવતરું ઘડવાનો આરોપ આનંદ ગિરી(Anand Giri) પર લગાવવામાં આવ્યો છે.
20 સપ્ટેમ્બરની સુસાઈડ નોટમાં મહંત નરેન્દ્ર ગિરીએ ત્રીજા પાના પર લખ્યું હતું કે, “હું મહંત નરેન્દ્ર ગિરી છું, આજે આનંદ ગિરીને કારણે મારું મન ખલેલ પહોંચ્યું હતું. હરિદ્વારથી માહિતી મળી હતી કે, આનંદ ગિરી કોમ્પ્યુટર દ્વારા છોકરી સાથે મારો ફોટો બનાવીને મને બદનામ કરશે. જો હું જે આદર સાથે જીવું છું તેની બદનામી થાય તો હું સમાજમાં કેવી રીતે રહીશ? આના કરતાં મરવું વધુ સારું છે. ”
સોમવારે શંકાસ્પદ સંજોગોમાં અખાડા પરિષદના મહંત નરેન્દ્ર ગિરીના મોત બાદ એક સ્યુસાઇડ નોટ સામે આવી છે. 7 પાનાની આ સ્યુસાઇડ નોટમાં મહંત નરેન્દ્ર ગિરીએ તેમના શિષ્ય આનંદ ગિરીનું નામ આપ્યું હતું. જે બાદ આનંદ ગિરીને ઉત્તરાખંડ પોલીસે કસ્ટડીમાં લીધો હતો, પરંતુ હવે આ કેસમાં વધુ એક નવો ખુલાસો સામે આવ્યો છે. મહંત નરેન્દ્ર ગિરીના શિષ્ય નિર્ભય દ્વિવેદીએ હવે દાવો કર્યો છે કે મહંતે તેમના મૃત્યુ પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન શિષ્ય નિર્ભય દ્વિવેદીએ જણાવ્યું છે કે, નરેન્દ્ર ગિરીએ મૃત્યુ પામ્યા પહેલા ગઈકાલે પોતાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોમાં સુસાઈડ નોટમાં લખેલી તમામ બાબતો છે. હાલમાં પોલીસે નરેન્દ્ર ગિરીનો ફોન જપ્ત કરી લીધો છે. હવે પોલીસ મોબાઈલ, સ્યુસાઈડ નોટ અને દોરડાની ફોરેન્સિક તપાસ કરશે.
શિષ્યે કહ્યું કે સોમવારે કોઈ તેને મળવા માટે આવવાનું હતું:
શિષ્ય નિર્ભય દ્વિવેદીએ વધુ એક ખુલાસો કર્યો છે. નિર્ભયે કહ્યું છે કે, સોમવારે કોઈ મહંતજીને મળવા આવવાનું હતું. મહંતજીએ કહ્યું હતું કે, જો આજે કોઈ મળવા આવવાનું છે એટલે મને આજે ડીસ્ટર્બ ન કરે. નિર્ભયે કહ્યું કે, કોઈ તેને મળવા માટે આવી રહ્યું છે, આ કારણે તેણે દરેકને દૂર રાખ્યા હતા. જોકે આ કોને મળવાનું હતું, નિર્ભયને આ વિશે કોઈ માહિતી નથી.
મહંત નરેન્દ્ર ગિરી મોટા અક્ષરોમાં લખતા હતા:
શિષ્ય નિર્ભય દ્વિવેદીએ જણાવ્યું કે, મહંત નરેન્દ્ર ગિરી મોટા અક્ષરોમાં લખતા હતા. તેની ભાષા તૂટી ફૂટી હતી પણ તે લખી શકતા હતા. તેણે લખેલી સ્યુસાઈડ નોટ પરબિડીયામાં બંધ હતી.
મહંત નરેન્દ્ર ગીરીનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો:
નરેન્દ્ર ગિરીનો મૃતદેહ સોમવારે પ્રયાગરાજમાં બાધંબરી મઠમાં તેમના ઘરે લટકતો મળી આવ્યો હતો. જ્યારે રૂમની તલાશી લેવામાં આવી તો ત્યાંથી એક સુસાઈડ નોટ મળી આવી. સુસાઈડ નોટમાં મહંતે લખ્યું હતું કે, તે ઘણી મુશ્કેલીમાં છે. તેથી તે પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આ સાથે શિષ્ય આનંદ ગિરી વિશે સુસાઈડ નોટમાં પણ લખ્યું હતું. ગિરીએ લખ્યું છે કે, તેઓ તેમના શિષ્ય આનંદ ગિરીથી નારાજ છે.
અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહંત નરેન્દ્ર ગિરીની સમાધિ તેમના ગુરુ બલદેવ ગિરી સાથે જ બનાવવામાં આવશે. જ્યાં તેણે આત્મહત્યા કરી હતી ત્યાં તેની મૃતદેહને અંતિમ ઝલક માટે રાખવામાં આવ્યા છે. સૌ પ્રથમ અખાડાના પંચ પરમેશ્વર મહંત નરેન્દ્ર ગિરીના મૃતદેહના દર્શન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.