ઝારખંડમાં આવેલ જમશેદપુરથી એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક સાસુએ તેની જીભ કાપીને ભગવાનના ફોટા પર મૂકી દીધી છે. સાસુ માને છે કે આમ કરવાથી એની પુત્રવધૂ પાછો આવશે.
ખરેખર, આખો મામલો RIT પોલીસ સ્ટેશનનાં NIT કેમ્પસની સાથે સંબંધિત છે. જ્યાં એક સાસુ તેની જીભ કાપીને ભગવાન શંકરનાં ફોટા પર મૂકી દીધી હતી જ્યારે તેની વહુ ભાગી ગઈ હતી. સાસુને તરત જ MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મહિલાનો પતિ કહે છે, કે જ્યારે કોઈ ગામમાં ભાગી જાય છે, ત્યારે એવું માનવામાં આવે છે કે જો કોઈ જીભ કાપીને ભગવાનને આપે છે, તો ભાગેલો વ્યક્તિ પાછો આવે છે. તો મહિલાએ પણ તેની જીભ કાપીને ભગવાન શંકરનાં ફોટાની સામે મૂકી દીધી હતી.
હોસ્પિટલમાં દાખલ મહિલાના પતિએ જણાવ્યું, કે પુત્રવધૂ શૌચક્રિયા માટે ગઈ હતી અને તેની દોઢ વર્ષની બાળકીની સાથે ભાગી ગઈ હતી. મળતી માહિતી મુજબ, મહિલા તેના પ્રેમીની સાથે ભાગી ગઈ હતી.
હાલમાં મહિલાની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. મહિલા હજી પણ માને છે કે તેની સાસુએ જીભ ચડાવી છે એટલે વહુ જલ્દીથી ઘરે પરત આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews