વસ્તી નિયંત્રણ કરવા માટે ચીનમાં દશકો પહેલા એક બાળકની નીતિ અપનાવવામાં આવી હતી. જેનાથી ત્યાં વસ્તી નિયંત્રણ તો થઈ ગઈ પરંતુ તેનો દુષ્પ્રભાવ પણ પડ્યો. હવે આ દુષ્પ્રભાવને લઈને ચીનના શાંઘાઈમાં ફૂડાન યુનિવર્સિટીના એક પ્રોફેસરે ત્યાંની સરકારને વિચિત્ર સલાહ આપી છે. ઇકોનોમિક્સના પ્રોફેસર એ કહ્યું કે ચીનમાં મહિલાઓને એકથી વધારે પતી રાખવાની પરવાનગી મળવી જોઈએ. પતિઓની સંખ્યા બે હોઈ શકે છે. તેની પાછળ તેમનો તર્ક એકથી વધારે બાળક પેદા કરવાને લઈને છે.
પ્રોફેસરે એક બિઝનેસ વેબસાઇટ પર લખેલા લેખમાં સરકારને સલાહ આપી છે. તેમણે પોતાના લેખમાં કહ્યું છે કે ચીનમાં જો લિંગાનુપાત એટલુ અસંતુલિત ન હોત તો હું પણ એકથી વધારે પતિ રાખવાની સલાહ ન આપેત. તેમણે કહ્યું કે હું એક થી વધારે પતી રાખવાની વકીલાત નથી કરી રહ્યો. હું ફક્ત સલાહ આપી રહ્યો છું કે લિંગ અનુપાતને સારો બનાવવા માટે આપણે તેના પર વિચાર કરી શકીએ છીએ.
જણાવી દઈએ કે ચીનમાં એક બાળકની નીતિને વર્ષ ૧૯૮૦માં શરૂ કરવામાં આવી હતી જેને વર્ષ ૨૦૧૬માં હટાવી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાં અલ્પસંખ્યકોં પર બાળકોની સંખ્યાને લઈને કોઈ પણ પ્રતિબંધ હતા નહીં. ચીનના ગ્રામીણ વિસ્તારોને પણ આ નિયમથી મુક્ત રાખવામાં આવ્યા.પ્રોફેસરના અનુસાર હાલમાં ચીનમાં હજુ પણ લિંગાનુપાત ઓછું છે. એનો મતલબ એવો થયો કે ત્યાં 117 છોકરા સામે ફક્ત સો છોકરીઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news