રસ્તા પર હતી લોકોની ભીડ, અચાનક 180ની સ્પીડે ગાડી આવી અને… – જુઓ વિડીયો

શુક્રવારે અમેરિકાની ન્યુ યોર્ક સિટીમાં એક કાર અચાનક વિરોધ સ્થળે ઘૂસી ગઈ હતી અને અનેક લોકોને ટક્કર મારી હતી. જેને કારણે ઘણા બધા લોકો ઘાયલ થયા હતા. પોલીસ અને પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, ન્યુ યોર્ક સિટીમાં એક પ્રદર્શન ચાલી રહ્યું હતું. આ સમય દરમિયાન કારે અડધા ડઝન લોકોને ટક્કર મારી હતી. કારની ટક્કરને કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા. જોકે, કોઈના મોતની જાણ થઈ નથી.

ન્યુયોર્ક પોલીસ વિભાગના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું હતું કે, વાહન સ્થાનિક સમય અનુસાર સાંજે 4:08 વાગ્યે મેનહટનના મુંરે હિલ વિસ્તારમાં ઘણા લોકોને અથડાયું હતું. તેમણે કહ્યું કે, આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે, એક મહિલા વાહન ચલાવતી હતી અને તેને કસ્ટડીમાં લેવામાં આવ છે. તેમણે કહ્યું કે, મહિલાએ આ બધું ઇરાદાપૂર્વક કર્યું છે કે, કેમ તે માત્ર એક અકસ્માત છે. ટે કહેવું મુશ્કેલ છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે કે, આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે.

આ ઘટના ત્યારે બની જ્યારે લોકો ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્ટો દ્વારા ઇમિગ્રન્ટ્સની અટકાયતનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધીઓ ભૂખ હડતાલ પર બેઠેલા અટકાયતોના સમર્થનમાં ધરણા કરી રહ્યા હતા. એબીસી ન્યૂઝે જણાવ્યું હતું કે, અકસ્માત સમયે 40 થી 50 વિરોધીઓ આ વિસ્તારમાં હાજર હતા. રસ્તા પર દેખાવો ચાલી રહ્યા હતા અને કાર વિરોધકારો ઉપર ચડી ગઈ, જેના કારણે તેમાંના ઓછામાં ઓછા છ ઇજાગ્રસ્ત થયા.

શુક્રવારે સાંજે 4 વાગ્યે આ ઘટના બની જ્યારે વિરોધીઓ મિડટાઉન મેનહટનની બાજુમાં આવેલા મરે હિલમાં 39 મી સ્ટ્રીટ અને થર્ડ એવન્યુના ખૂણા પર એકઠા થયા. પોલીસે જણાવ્યું હતું કે, કોઈ પણ ઇજાગ્રસ્તને જીવનું જોખમ નથી અને કારની મહિલા ડ્રાઈવર પણ ઘટના બાદ સ્થળ પર જ રોકાઈ હતી. સ્થાનિક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે કારની છ લોકો સીધી ટકરાઈ હતી, પરંતુ કેટલા લોકોને હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા તે સ્પષ્ટ નથી.

પોલીસ અને અનેક સ્થાનિક માધ્યમોએ જણાવ્યું હતું કે, આ વિરોધ પ્રદર્શન વંશીય જૂથ બ્લેક લાઇવ્સ મેટર દ્વારા કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળના એક રોઇટર્સ ફોટોગ્રાફરે જણાવ્યું હતું કે, ન્યુ જર્સીમાં યુ.એસ. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઇન્ફર્મેશન એજન્સીના લોકઅપમાં ભૂખ હડતાલ પર ઉતરેલા નવ બિનદસ્તાવેજીકૃત સ્થળાંતરકારો સાથે એકતા દર્શાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *