Surat women police News: સુરતમાં વરાછા, કાપોદ્રા, સરથાણા, લસકાણા, સારોલી અને પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલાઓને કરાટે ડિફન્સ (Surat women police News) સંરક્ષણની તાલીમ આપવામાં આવી હતી.જેમાં મોટી સઁખ્યામા મહિલા પોલીસકર્મી ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા પોલીસ કર્મીઓને કરાટે ડિફેન્સની તાલીમ અપાઈ
સુરત પોલીસ હવે જનજાગૃતિના કાર્યક્રમો કરી રહી છે.જેના સંદર્ભે સુરતના મહિલા પોલીસ કર્મીઓને કરાટે ડિફેન્સની ટ્રેનીંગ આપવામાં આવી હતી.જેમાં અચાનકથી હુમલો થાય ત્યારે કઈ રીતે પોતાનું રક્ષણ કરવું તેવી તાલીમ આપવામાં આવી હતી.ત્યારે આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ઝોન 1 ડીસીપી આલોક કુમાર ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ અધિક્ષકે મહિલા સુરક્ષાના આ વિશેષ કાર્યક્રમમાં જણાવ્યું કે આજની મહિલા દરેક ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ વધારી રહી છે ત્યારે મહિલાઓની સુરક્ષા અને સલામતી એ સમાજ તેમજ પોલીસની નૈતિક ફરજ હોય છે.જો કે મહિલાઓને સ્વરક્ષણ અને સશક્તિકરણ માટે જુડો, કરાટેની તાલીમ આપવામાં આવે છે. 2024-25માં 98,852 મહિલાઓને સેલ્ફ-ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App